જામનગર: જી.જી.હોસ્પિટલમાં યૌન શોષણના ચકચારી મામલે આખરે 2 આરોપીની ધરપકડ

જી.જી.હોસ્પિટલમાં યૌનશોષણનો મામલો, આખરે પોલીસે 2 આરોપીની કરી ધરપકડ. સી.એમ.દ્વારા તપાસમાં આપવામાં આવ્યા હતા આદેશ.

New Update
જામનગર: જી.જી.હોસ્પિટલમાં યૌન શોષણના ચકચારી મામલે આખરે 2 આરોપીની ધરપકડ

જામનગરના ચકચારી ગુરુ ગોવિંદસિંઘ સિવિલ કોવિડ હોસ્પિટલના યૌન શોષણ પ્રકરણ અંગે આજે પોલીસ ફરિયાદ નોંધી બે આરોપીને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે અને પોલીસેઆ પ્રકરણ અંગે સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જામનગરના ચકચારી ગુરુગોવિંદસિંઘ સિવિલ કોવિડ હોસ્પિટલના મેડિકલ એટેન્ડેન્ટની યુવતીઓના યૌન શોષણ મામલે આજે પોલીસ દ્વારા ફરિયાદ નોંધી બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે છેલ્લા એક સપ્તાહ દરમિયાન જામનગરમાં ટોક ઓફ ધી ટાઉન બેનલા ઘટના મુદ્દે મુદે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્થાનિક નેતાઓ કેબિનેટ મંત્રી આર. સી. ફળદુ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને મહિલા સાંસદ પૂનમબેન માડમ દ્વારા ઊંડાણ પૂર્વક તપાસ કરવાં આવે અને પીડિત યુવતીઓને યોગ્ય ન્યાય મળે તેવા જિલ્લા વહીવટી તંત્રને આદેશ આપવામાં આવ્યા હતા.

આ ઉપરાંત જામનગર શહેરના મહિલા આગેવાન શેતલ શેઠ દ્વારા પણ આ સમગ્ર મામલાના આધાર પુરાવાઓ એ.એસ.પી. નિતેશ પાન્ડેને સુપ્રત કર્યા હતા અને શહેરની પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણ પૂર્વક તપાસ કરી રહી હતી ત્યારે આજે જામનગર પોલીસે એલ બી પ્રજાપતિ અને અકબર અલી નામના યૌન શોષણના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આ મામલામાં બીજા કોઈ સંડોવાયેલા છે કે નહીં તે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

Latest Stories