/connect-gujarat/media/post_banners/c398d9d40228ccc3e73c3e823148b143ca647637577d1b36283bb4c99f6bad2d.jpg)
જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરની મધ્યમાં આવેલી સરકારી શાળાએ ફાયર NOC લીધું ન હોવાથી સીલ કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ સફાળો જાગતા ફાયર NOC નહીં લેનાર સરકારી શાળાને સીલ કરવામાં આવી હતી. જામનગર શહેરની મધ્યમાં આવેલ વિભાજી સરકારી શાળાને પાલિકા દ્વારા સીલ કરી દેવામાં આવી હતી. આ અંગે શાળાના પ્રિન્સિપાલ પી.એન.પાલાએ જણાવ્યુ હતું કે, શાળા માટે ફાયર સેફટીના સાધનો વસાવવા માટે તંત્રને અનેક વખત જાણ કરવામાં આવી છે. પરંતુ ગ્રાન્ટના અભાવે સાધનો વસાવ્યા નથી.
મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા સરકારી શાળાને જ સીલ કરી દેવામાં આવ્યા અન્ય શાળા સંચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો. શાળાનો પહેલો તેમજ બીજો માળ સીલ કરવામાં આવ્યો છે. જોકે, ગ્રાન્ટ મળ્યે જ ફાયર સેફટીના સાધનો લેવામાં આવશે તેવું પણ વિભાજી સ્કૂલના આચાર્યએ જણાવ્યુ હતું, ત્યારે હાલ તો વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય અટકે નહીં તે માટે ગ્રાઉન્ડ ફ્લોરમાં શિક્ષણની સુવિધા ઊભી કરવામાં આવી છે.