Connect Gujarat
ગુજરાત

જામનગર: ગુજરાત હાઇકોર્ટનાના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણીનું કરાશે સન્માન

સોનિયાબેન ગોકાણીની ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ પદે નિમણૂંક કરવામાં આવતા જામનગર બાર એસોસિએશન તેમજ જામનગરના વકીલોમાં દ્વારા સોનિયાબેન ગોકાણીનું અભિવાદન જામનગરમાં કરવામાં આવશે

X

મૂળ જામનગરના વતની સોનિયાબેન ગોકાણીની ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ પદે નિમણૂંક કરવામાં આવતા જામનગર બાર એસોસિએશન તેમજ જામનગરના વકીલોમાં દ્વારા સોનિયાબેન ગોકાણીનું અભિવાદન જામનગરમાં કરવામાં આવશે

ગુજરાતનાં ઈતિહાસમાં સૌપ્રથમ વખત એક મહિલા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા છે,મૂળ જામનગરના વતની સોનિયાબેન ગોકાણી ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનતા સમગ્ર જામનગરમાં વકીલ મંડળમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહી છે.ગુજરાત હાઇકોર્ટના જજ તરીકે વર્ષ 2011થી સેવા આપી રહેલા સોનિયાબેન ગોકાણીએ અનેક સીમાચિહન રૂપ ચુકાદાઓ આપ્યા છે.ખાસ કરીને ગોધરા કેસ તેમજ મહિલાઓને લગતા કેસમાં તેઓના ચુકાદાઓ દેશભરમાં નોંધનીય બન્યા છે.આગામી તારીખ 12 ફેબ્રુયારીના રોજ જામનગર ન્યાયતંત્ર તેમજ બાર એસોસિએશન દ્વારા સોનિયાબેન ગોકાણી સહિત અન્ય હાઇકોર્ટના ન્યાયાધીશોનું સન્માન ટાઉનહોલ ખાતે કરવામાં આવનાર છે

Next Story