Connect Gujarat
ગુજરાત

જામનગર : ખીજડીયા અભ્યારણ્ય રામસર સાઇટ તરીકે જાહેર, જુઓ શું છે રામસર સાઇટ

જામનગર જિલ્લામાં આવેલાં ખીજડીયા પક્ષી અભ્યારણ્યને રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે

X

જામનગર જિલ્લામાં આવેલાં ખીજડીયા પક્ષી અભ્યારણ્યને રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને આ સાથે દેશમાં આવેલી રામસર સાઇટની સંખ્યા 49 થઇ ગઇ છે...

જામનગર જિલ્લામાં ખીજડીયા પક્ષી અભ્યારણ્ય આવેલું છે. ખીજડીયા ખાતે દેશ અને વિદેશના પક્ષીઓ આવતાં હોય છે ત્યારે આ પક્ષીઓના સંવર્ધન માટે તેને રામસર સાઇટ ઘોષિત કરવામાં આવી છે. રાષ્ટ્રીય કક્ષાએ ભારતના બે અભયારણ્ય રામસર સાઇટ તરીકે સ્થાન પામ્યાં છે. જેમાં જામનગરનું ખીજડીયા અને ઉતરપ્રદેશના બોખીરા અભયારણ્યનો સમાવેશ થવા જાય છે. આ શ્રેણીમાં સાઈટનું પ્રથમ બહુમાન ૧૯૮૧માં ઓડિસાના ચિલકા તળાવ અને રાજસ્થાનના કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન અને મળ્યું હતું.

જામનગરના ખીજડીયા પક્ષી અભ્યારણ્યના સૌદર્યને આપે નિહાળ્યું હવે તમને જણાવીશું રામસર સાઇટ શું છે.. પર્યાવરણની દૃષ્ટિએ ખૂબ જ વિશિષ્ટ હોય એવા ભેજવાળા સ્થળોને જયાં પ્રવાસી પક્ષીઓનાં સંવર્ધનની પ્રાકૃતિક સંભાવનાઓને ધ્યાને લઈ રામસર સાઈટ તરીકે ગણના કરી આંતરરાષ્ટ્રીય સંધિ પ્રમાણે તે સાઈટને સંરક્ષણ આપવામાં આવે છે. દર વર્ષે તેમાં નવા નવા સ્થળો ઉમેરવામાં આવે છે. આ અગાઉ ગુજરાતના મહેસાણા પાસેનું થોળ સરોવર અને ડભોઈ નજીકનું વઢવાણા તળાવને રામસર યાદીમાં સ્થાન મળી ચુકયું છે. ભારત દેશમાં હવે રામસર સાઇટની કુલ સંખ્યા 49 થઇ છે.

Next Story