Connect Gujarat
ગુજરાત

જામનગર : વાઈલ્ડલાઈફ વીક નિમિતે લાખોટા નેચર ક્લબ દ્વારા વિદ્યાર્થીઓને ચકલીના માળાઓનું વિતરણ કરાયું...

લાખોટા નેચર ક્લબ-જામનગર દ્વારા વર્ષ દરમિયાન પર્યાવરણ પક્ષીઓ, પ્રાણીઓ તેમજ સર્પ પકડવા અંગેની અનેકવિધ પ્રવૃત્તિઓ થતી રહે છે

જામનગર : વાઈલ્ડલાઈફ વીક નિમિતે લાખોટા નેચર ક્લબ દ્વારા વિદ્યાર્થીઓને ચકલીના માળાઓનું વિતરણ કરાયું...
X

વાઈલ્ડલાઈફ વીકની ઉજવણીના ભાગરૂપે જામનગરના લાખોટા નેચર ક્લબ-જામનગર દ્વારા કોર્પોરેટર ડિમ્પલ રાવલના સહકારથી શહેરની ભવન્સ સ્કૂલમાં 600થી વધુ વિદ્યાર્થીઓને ચકલીઓના માળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

લાખોટા નેચર ક્લબ-જામનગર દ્વારા વર્ષ દરમિયાન પર્યાવરણ પક્ષીઓ, પ્રાણીઓ તેમજ સર્પ પકડવા અંગેની અનેકવિધ પ્રવૃત્તિઓ થતી રહે છે. જેના ભાગરૂપે વાઈલ્ડલાઈફ વીકમાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચકલીના માળા વિતરણ કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આ તકે લાખોટા નેચર ક્લબ અને ભવન્સ સ્કૂલે વિનામૂલ્યે 600 માળાઓ આપવા માટે કોર્પોરેટર ડિમ્પલ રાવલનો આભાર માન્યો હતો. આ તકે 600થી વધુ વિદ્યાર્થીઓને પક્ષીઓ વિશે અને લાખોટા નેચર ક્લબની કામગીરી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે જ ચકલીના માળાઓ કઈ રીતે વ્યવસ્થિત ઘરમાં, મેદાનમાં અથવા તો જાહેર જગ્યાઓ ઉપર લગાડવા તે અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. લુપ્ત થતી ચકલીઓને બચાવવા માટેના આ પ્રયાસમાં ભવન્સ સ્કૂલના પ્રિન્સિપાલ ભારતી વાધર શિક્ષકો તેમજ લાખોટા નેચર ક્લબના પ્રમુખ જગત રાવલ, કારોબારી સદસ્યો શબિર વીજળીવાલા, મયુર નાખવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story