/connect-gujarat/media/post_banners/8754a4f3ef03e1b29734c45784218cf3d9eaf86ff3f07651b9cdd811dd63118e.jpg)
જામનગરના સાંસદ્સભ્યના સ્વ. હેમંતભાઈ રામભાઇ માડમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા જોડિયામાં છેલ્લા 14 વર્ષથી સ્થાનિક લોકો અને અગ્રણીઓના સહયોગથી અંદાજે 500થી વધુ બોર્ડના વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા બાદ જમવાની સુવિધા પૂરી પાડે છે
જામનગર જિલ્લાના જોડીયા ખાતે SSC અને HSC બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષા દરમિયાન ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને ભોજનમાં અગવડતા ન પડે તે માટે જામનગરના સાંસદ પૂનમ માડમ દ્વારા ભોજન વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જામનગર જિલ્લાના જોડીયા ખાતે આસપાસના ગામમાંથી આવતા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને પરીક્ષા બાદ ઘરે પહોંચતા લાંબો સમય લાગતો હોય છે જેને લઇને જોડિયા તાલુકા મથકે સાંસદ પુનમબેન માડમ દ્વારા છેલ્લા 14 વર્ષથી પોતાના પિતા સ્વ. હેમંતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક લોકો અને અગ્રણીઓના સહયોગથી અંદાજિત 400 થી 500 જેટલા વિદ્યાર્થીઓ