જામનગર : ધારાસભ્ય રિવાબા જાડેજાએ મહાશિવરાત્રી પર્વે ભગવાન શિવજીના પૂજન-દર્શનનો લ્હાવો લીધો…

મહાશિવરાત્રિ નિમિતે ભગવાન શિવજી નું વહેલી સવારે શાસ્ત્રોકત વિધિવત પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું..

જામનગર : ધારાસભ્ય રિવાબા જાડેજાએ મહાશિવરાત્રી પર્વે ભગવાન શિવજીના પૂજન-દર્શનનો લ્હાવો લીધો…
New Update

શિવરાત્રિના પાવન પર્વ નિમિતે છોટીકાશી જામનગરમાં મહાદેવહર મિત્ર મંડળ દ્વારા દર વર્ષે શિવ પાલખી પૂજન અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આજે પરંપરાગત આ વર્ષે પણ ભગવાન શિવજી નું વહેલી સવારે શાસ્ત્રોકત વિધિવત પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું..

છોટીકાશીથી પ્રસિધ્ધ જામનગર શહેરમાં છેલ્લા 42 વર્ષથી મહાદેવહર મિત્ર મંડળ દ્વારા શિવરાત્રિના પાવન પર્વ પર શિવ શોભાયાત્રા અને ભગવાન શિવજીનું શાસ્ત્રોક્ત વિધિવત પૂજનનું આયોજન કરવામાં આવે છે, ત્યારે મહાદેવહર મિત્ર મંડળના રાજુ વ્યાસ સહિતના સભ્યો દ્વારા ભગવાન શિવજીની ભવ્ય મહાઆરતી અને પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં શહેરના નવયુગલો દ્વારા પ્રથમ ગણપતિ પૂજન અને ત્યારબાદ ચાંદીના સિંહાસન પર બિરાજમાન ભગવાન આશુતોષ મહાદેવનું શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં ધારાસભ્ય રિવાબા જાડેજા પણ ભગવાન શિવજીના પૂજન અને દર્શનનો લ્હાવો લીધો હતો.

#Jamnagar #Mahashivratri #મહાશિવરાત્રી #Shivratri #Rivaba Jadeja #Jamnagar MLA #Mahashivratri 2023 #MLA Rivaba Jadeja #શિવજી #મહાદેવહર મિત્ર મંડળ #શિવરાત્રિ #મહાદેવ
Here are a few more articles:
Read the Next Article