જામનગર : જન્માષ્ટમી નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણની વિશાળ શોભાયાત્રા નીકળી, ઠેર ઠેર સ્વાગત કરાયું...

જામનગરમાં શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર દ્વારા જન્માષ્ટમી નિમિતે ભગવાન શ્રીકૃષ્ણની વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગર : જન્માષ્ટમી નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણની વિશાળ શોભાયાત્રા નીકળી, ઠેર ઠેર સ્વાગત કરાયું...
New Update

જામનગરમાં શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર દ્વારા જન્માષ્ટમી નિમિતે ભગવાન શ્રીકૃષ્ણની વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગરના શ્રી 5 નવતનપુરી ધામ ખીજદા મંદિરથી જન્માષ્ટમી નિમિતે ભગવાન શ્રીકૃષ્ણની વિશાળ શોભાયાત્રા યોજાય હતું. આ શોભાયાત્રા ખીજાડા મંદિરથી પ્રારંભ થઈ હવાઈ ચોક પહોંચી હતી, જ્યાં ધ્વજારોહણ કરી શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સેન્ટ્રલ બેન્ક પાસે પિપાલેશ્વર મિત્ર મંડળ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરી મટકીફોડ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આમ શોભાયાત્રાના રુટ પર અનેક સામાજિક સેવાકીય અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા સ્વાગત અને મટકીફોડ જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

આ શોભાયાત્રામાં આણદાબાવા સેવા સંસ્થા, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દલ, દુર્ગાવાહિની, માતૃશક્તિ મહિલા વિભાગ, વ્રજ વલ્લભ સોશ્યલ ગ્રૂપ સહિતની વિવિધ સંસ્થાઓ ધાર્મિક ફ્લોટસ સાથે સામેલ થયા હતા. શ્રીકૃષ્ણ શોભાયાત્રામાં પ્રણામી સંપ્રદાયના મહંત 108 કૃષ્ણમણીજી મહારાજ, કૃષિમંત્રી રાઘવજી પટેલ, સાંસદ સભ્ય પૂનમ માડમ, ભાજપ શહેર પ્રમુખ વિમલ કગથરા, શહેર અગ્રણી જીતુ લાલ સહિત અનેક મહાનુભાવો અને શહેરીજનો જોડાયા હતા.

#Gujarat #ConnectGujarat #celebration #Jamnagar #Lord Krishna #Janmashtami #Janmashtami 2022 #Shobhayatra
Here are a few more articles:
Read the Next Article