/connect-gujarat/media/post_banners/4e26a9e077f11aa9fa3710d691527126401b4df80c3137438a2edf2b8158f9b9.jpg)
હવામાન ખાતાએ કરેલ આગાહી મુજબ જામનગર જીલ્લામાં વરસાદી માહોલ રચાયો છે. કાલાવડ અને જામજોધપુર પંથકના સચરાસર તેમજ લાલપુરના અમુક ગામડાઓમાં પ્રમાણમાં સારો વરસાદ પડ્યો હતો. આ માહોલ રાતભર રહ્યા બાદ 2 તાલુકામાં 2 ઇંચ ઉપરાંત વરસાદ વરસતા ખેડૂત વર્ગમાં આનંદ છવાઈ ગયો છે.
જામનગર જીલ્લાના કાલાવડ અને જામજોધપુર તાલુકા મથકે અડધો અડધો ઇંચ તેમજ ગ્રામ્ય પંથકમાં અડધાથી માંડી 3-4 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેને લઈને નીચાણવાળા ગ્રામ્ય પંથકની નદીઓ છલકાય જવા પામી છે. તો ખરીફ પાક પર આ વરસાદ કાચા સોના જેવો સાબિત થયો છે. હવામાન વિભાગના વરતારા મુજબ સૌરાષ્ટ્રના સાગર કિનારાના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાઓ સાચી સાબિત થઇ રહી છે. જોડિયા અને ધ્રોલ તાલુકા મથકે તેમજ ગ્રામ્ય પંથકમાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે. જોડીયામાં 50 મીમી અને ધ્રોલમાં 48 મીમી વરસાદ નોંધાયો છે. વહેલી સવારે મેઘ મહેરને લઈને બન્ને તાલુકાની વરસાદના આલિંગન માટે તરસતી ભૂમિ તૃપ્ત થઇ છે.