/connect-gujarat/media/post_banners/04eafcd47e294132d25bded6a9e1cf781526d800a622e66d7b720bf33d2dc476.jpg)
જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા 22માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 25 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા કષ્ટભંજન સત્સંગ હૉલ-ગાંધીનગર ખાતે 22માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આઈ.કે.જાડેજા, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં 25 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ પ્રસંગે સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ભરતસિંહ જાડેજા, મંત્રી પ્રવિણસિંહ જાડેજા સહિત આગેવાનો અને કારોબારી સભ્યો તથા કાર્યકર્તાઓ જોડાયા હતા.