Connect Gujarat
ગુજરાત

જામનગર : NCC દ્વારા ગણતંત્ર દિવસ પરેડ પસંદગી તથા વાર્ષિક સંયુક્ત તાલીમ કેમ્પ યોજાયો…

જામનગરમાં એનસીસી દ્વારા ગણતંત્ર દિવસ પરેડ પસંદગી તથા વાર્ષિક સંયુક્ત તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગર : NCC દ્વારા ગણતંત્ર દિવસ પરેડ પસંદગી તથા વાર્ષિક સંયુક્ત તાલીમ કેમ્પ યોજાયો…
X

જામનગરમાં એનસીસી દ્વારા ગણતંત્ર દિવસ પરેડ પસંદગી તથા વાર્ષિક સંયુક્ત તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આર્મી અને નેવીના શાળા કોલેજના 320 કેડેટ્સે ભાગ લઈ સાંસ્ક્રુતિક કાર્યક્રમ, રમત-ગમત વિવિધ વિભાગોમાં મેડલ્સ જીત્યા હતા.જામનગર : NCC દ્વારા ગણતંત્ર દિવસ પરેડ પસંદગી તથા વાર્ષિક સંયુક્ત તાલીમ કેમ્પ યોજાયો…

જામનગરમાં એસએસબી પરિસરમાં એનસીસી આર્મી અને નેવીના શાળા કોલેજના 320 કેડેટ્સ માટે 8 દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર એનસીસી ગ્રૂપ હેડક્વાર્ટર અને 27 ગુજરાત એનસીસી બટાલિયન દ્વારા પીઆરઆઈ-આરસીસી–3 તથા સીએટીસી 16 સંયુક્ત કેમ્પમાં કેડેટસને ફાયરિંગ, ડ્રિલ, પીટી, રમત-ગમત, સંરક્ષનને લગતા વિવિધ વિષયોની રસપ્રદ તાલીમ આપવામાં આવી હતી. આ કેમ્પમાં કપરી તાલીમ લઈ પસંદગી પામેલ આર્મી તથા નેવીના 49 કેડેટ્સ અમદાવાદમાં યોજાનારા કેમ્પમાં ભાગ લેશે, જ્યાં સમગ્ર ગુજરાતમાંથી વિવિધ જિલ્લાના ગ્રૂપ હેડ ક્વાર્ટરના કેડેટ્સ સામેલ થશે અંતમાં રાજ્ય કક્ષાએ ગુજરાતભરમાંથી પસંદ થયેલા 110 કેડેટ્સ ગણતંત્ર દિવસની પરેડની તાલીમ માટે દિલ્હી જશે. આ ઉપરાંત કેમ્પમાં સાંસ્ક્રુતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેડેટ્સ દ્વારા ગરબા, ડ્રિલ ડેમો, રિમિક્સ નૃત્ય વગેરે વિવિધ કલાકૃતિઓ રજૂ કરવામાં આવી હતી.

Next Story