જામનગર : નિવૃત બેંક કર્મચારીની અનોખી ગણેશ ભક્તિ,દેશ વિદેશના  3000થી વધુ પ્રતીકાત્મક સ્વરૂપનો કર્યો સંગ્રહ

જામનગરમાં રહેતા નિવૃત્ત બેંક કર્મચારી દિલીપ ધ્રુવે તેમની વર્ષોની મહેનતથી માત્ર ભારતના જ નહીં પણ દેશ-વિદેશના 3000થી વધુ ગણપતિ બાપ્પાના પ્રતીકાત્મક સ્વરૂપના સંગ્રહ કર્યા છે,

New Update
  • જામનગરમાં અનોખી ગણેશ ભક્તિ

  • નિવૃત્ત બેંક કર્મચારીને અતૂટ શ્રદ્ધા

  • ગણેશજીના પ્રતીકાત્મક સ્વરૂપનો કર્યો સંગ્રહ

  • ઘરમાં દેશ વિદેશના 3000થી વધુ ગણેશજીનો સંગ્રહ

  • ભારત તિબ્બત સંઘ દ્વારા ગણેશ ભક્તનું કરાયું સન્માન 

જામનગરમાં રહેતા નિવૃત્ત બેંક કર્મચારી દિલીપ ધ્રુવે તેમની વર્ષોની મહેનતથી માત્ર ભારતના જ નહીં પણ દેશ-વિદેશના 3000થી વધુ ગણપતિ બાપ્પાના પ્રતીકાત્મક સ્વરૂપના સંગ્રહ કર્યા છે,અને આ માટે તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

જામનગરના પટેલ કોલોની આનંદબાગ વિસ્તારમાં રહેતા નિવૃત્ત બેંક કર્મચારી દિલીપ ધ્રુવનું  ઘર ગણપતિબાપાનું મ્યુઝિયમ હોય તેમ કિચેન,બોલપેન,મૂર્તિ અને ફોટોફ્રેમ એમ અલગ અલગ પ્રકારના 3000થી વધુ ગણપતિના પ્રતીકાત્મક  સ્વરૂપનો સંગ્રહ કરવામાં આવ્યો છે.જેમાં સંગીતના વાજિંત્રો વગાડતા ગણપતિ,ક્રિકેટ રમતા ગણપતિ,ડોકટર અને પ્રોફેસરના સ્વરૂપમાં ગણપતિનો સમાવેશ થાય છે.

હાલ જ્યારે ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે,ત્યારે જામનગરના આ અનોખા ગણપતિ સંગ્રાહક દિલીપ ધ્રુવનું ભારત તિબ્બત સંઘ સંસ્થાના હોદ્દેદારોએ વિશિષ્ટ સન્માન કર્યું હતું. સમય અને આર્થિક બંને રીતે ભોગ આપીને દિલીપભાઈએ તેમનો વર્ષોના ગણપતિ બાપાના અલગ અલગ સ્વરૂપોને સંગ્રહ કરવાના શોખને કારણે જામનગરનું પણ ગૌરવ વધાર્યું છે,અને ખાસ તો એક જ જગ્યા પર ભક્તોને આટલા બધા ગણપતિના દર્શન શક્ય બન્યા છે.ત્યારે ખાસ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Latest Stories