ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે ઓલ રાઉન્ડર ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની અને વિધાનસભા બેઠક 78ના ઉમેદવાર રિવાબા જાડેજાએ તેમના પતિ રવિન્દ્ર જાડેજા, ભાજપ અગ્રણી વિજય રૂપાણી સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી ઉમેદવારી પત્ર ભર્યું હતું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે 78 વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર રીવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ સમયે રિવાબાના પતિ અને ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર નેશનલ ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જણાવ્યુ હતું કે, ક્રિકેટ ગ્રાઉન્ડની સરખામણીમાં ચૂંટણીની પીચ ઘણી મુશ્કેલ છે, ક્રિકેટમાં એટલું દબાણ નથી હોતું, પણ ચૂંટણીની પીચ ઘણી કઠિન હોય છે. હું આ ચૂંટણીમાં રક્ષણાત્મક બનીશ, અને મારી પત્ની રિવાબા એકશન મોડમાં રહેશે. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને વધુ મજબૂત કરીશું. આ સાથે જ સૌનો સાથ, સૌનો વિકાસના સૂત્ર સાથે જોડાઈને કામ કરવા અંગે પણ રવિન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યુ હતું.જામનગર : રિવાબા જાડેજાએ ઉમેદવારી પત્ર ભર્યું, ચૂંટણીની પીચ ઘણી મુશ્કેલ : રવિન્દ્રસિંહ જાડેજા