Connect Gujarat
ગુજરાત

જામનગર: ભાજપ યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિતે રન ફોર મેરેથોન યોજાય

ભાજપ યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિતે રન ફોર મેરેથોન અને સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને ફૂલહાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

X

જામનગરમાં ભાજપ યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિતે રન ફોર મેરેથોન અને સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને ફૂલહાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

સમગ્ર ભારત દેશની સાથે જામનગરમાં પણ ભાજપ દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી દેશની સાથો સાથ જામનગરમાં પણ ભાજપ યુવા મોરચા દ્વારા શહેરના ડિકેવી સર્કલ પર શહેરીજનોના સ્વસ્થ્યને અનુલક્ષીને રન ફોર મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.ભાજપ દ્વારા મેરેથોન દોડ બાદ ડિકેવી સર્કલ ખાતે આવેલ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને ફૂલહાર કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર બિનાબેન કોઠારી, યુવા મોરચા પ્રમુખ દિલીપસિંહ, મહામંત્રી મેરામણભાઇ ભાટ્ટુ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Next Story