જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરમાં વર્ષ 2000 માં બનાવાયેલા 1404 આવાસ અંગે આવાસના લાભાર્થીઓને આવાસ તાત્કાલિક મરામત કરાવી લેવા અપીલ કરવામાં આવી છે.
જામનગર મહાનગર પાલિકા દ્વારા વર્ષ 2000માં શહેરના અંધાશ્રમ પાસે એસઇડબલ્યુએસ યોજના હેઠળ 1404 આવાસ યોજનાના આવાસ બનાવવામાં આવ્યા હતા જે એલોર્ટમેન્ટ કરાર કરીને જે તે લાભાર્થીને કબજો સોંપી દેવામાં આવ્યો હતો હાલ ભાડા કરારની જોગવાઈ મુજબ 1404 આવાસ યોજનાની મરામત તથા નિભાવણી જે તે ફ્લેટ ધારકોએ કરવાની રહે છે પરંતુ કોઈપણ રહેવાસીઓ દ્વારા કરારની શરતો મુજબ મકાનની મરામત તથા જાળવણી કરવવામાં આવતી ના હોય જેથી જામનગર મહાનગર પાલિકાના ડીએમસી ભાવેશ જાની દ્વારા લાભાર્થીઓને આવાસ મરામત કરાવવા અપીલ કરવામાં આવી હતી અથવા અતિ જર્જરિત બ્લોકનો વપરાશ તાત્કાલિક બંધ કરવા જણાવ્યુ હતું.1404 આવાસ યોજનામાં 117 બ્લોક આવેલા છે અને દરેક બ્લોકમાં 12 ફ્લેટ મળીને કુલ 1404 આવાસો આવેલા છે તે પૈકી જે કોઈ આવાસો કે બ્લોક ભયજનક સ્થિતિમાં જણાય તો તકેદારીના ભાગરૂપે આવાસોનું મરામત તાત્કાલિક કરાવીને સલામત સ્થિતિએ લઈ જવા અથવા આવા આવસોનો રહેણાંક તરીકે વપરાશ બંધ કરીને અન્યત્ર વ્યવસ્થા કરવા સહિતના જરૂરી તમામ પગલાં લેવા જણાવ્યુ હતું