Connect Gujarat
ગુજરાત

જામનગર : મચ્છરજન્ય રોગની ઉત્પતિ નિવારવા મનપાના આરોગ્ય વિભાગની કામગીરી શરૂ...

મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરમાં અલગ અલગ સ્થળો પર મચ્છરજન્ય રોગની ઉત્પતિ નિવારવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી.

X

જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરમાં અલગ અલગ સ્થળો પર મચ્છરજન્ય રોગની ઉત્પતિ નિવારવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી.

હાલ ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરોના ઉપદ્રવ સાથે વધારો થવાની પૂરી શક્યતા હોય છે, ત્યારે જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય શાખાની ટીમ દ્વારા વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકનગુનિયાના કેસો પર નિયંત્રણ રાખવા માટે JMCના આરોગ્ય વિભાગ દ્વારા 12 જેટલા આરોગ્ય કેન્દ્રોની 125 જેટલી ટીમ દ્વારા શહેરમાં અઠવાડિક 40 હજાર ઘરોની મુલાકાત લઈ મચ્છર ઉત્પતિ અટકાવવા અંગેની કામગીરી કરવામાં આવી હતી. સરકારની ગાઈડલાઇન અનુસાર, ફીવર સર્વેલન્સ, એંટીલાર્વેલ, ફોગિંગ, આરોગ્ય શિક્ષણ વગેરે જેવી કામગીરી કરવામાં આવી હતી. ઉપરાંત શહેરીજનોને પત્રિકા વિતરણ કરી મચ્છરજન્ય રોગો અને ઉત્પતિ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

Next Story