Connect Gujarat
ગુજરાત

જામનગર: આવાસનો ત્રણ માળનો બ્લોક ધરાશાયી થતા ત્રણ લોકોના મોત,CM ભુપેન્દ્ર પટેલ દ્વારા સહાયની કરવામાં આવી જાહેરાત

શહેરના સાધનાકોલોની વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના 25 વર્ષ કરતા જૂના મકાનોએ ત્રણ લોકોનો ભોગ લીધો હતો જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે.

X

જામનગર શહેરના સાધનાકોલોની વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના 25 વર્ષ કરતા જૂના મકાનોએ ત્રણ લોકોનો ભોગ લીધો હતો જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે.

જામનગરના સાધના કોલોની વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના એપાર્ટમેન્ટના એક બ્લોક ધરાશાયી થતા ત્રણ લોકોના મોત નિપજ્યા છે અને પાંચ લોકો ઘાયલ થયા છે. ત્યારે જામનગર મનપાના કમિશનર ડી.એન. મોદીએ કહ્યું હતું કે, કાટમાળ નીચે દટાયેલા તમામ લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે હવે કોઈ નથી. ત્રણ માળના બ્લોકમાં કુલ છ ફ્લેટ આવેલા છે. જેમાં ચાર ફ્લેટમાં કોઈ લોકો હતા નહીં, બે ફ્લેટમાં જ લોકો હતા. કેટલાક લોકો બહાર હતા. બે ફ્લેટમાં જે લોકો હતા તેમાંના ત્રણ લોકોના મોત નિપજ્યા છે જ્યારે પાંચ લોકો ઘાયલ છે. આ જર્જરિત મકાનોને હાઉસિંગ બોર્ડ અને મનપા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. ઈમારત ધરાશાયી થવાની જાણ થતા જામનગરના સાંસદ પૂનમબહેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારી, એસપી, કમિશનર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા છે.ત્યારબાદ રાજકીય આગેવાનો હોસ્પિટલ પણ પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોના ખબરઅંતર પૂછ્યા હતા અને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને ધારાસભ્ય રિવાબા જાડેજાએ બે ઘાયલ દીકરીઓને 51-51 હજારની સહાય આપી છે.

Next Story