જામનગર : સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ

જામનગરમાં ભાજપના ઉપક્રમે સરદાર જયંતિની ઉજવણી કરવામાં આવી.

New Update
જામનગર : સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ

જામનગરમાં પણ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સરદાર પટેલ જયંતિની ઉજવણી કરાય હતી. તારીખ 31મી ઓકટોબરના રોજ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ છે. જામનગરમાં ભાજપના ઉપક્રમે સરદાર જયંતિની ઉજવણી કરવામાં આવી. જામનગર ના રણજીતનગરમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું. જેમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, મેયર બિના કોઠારી, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનીષ કતારીયા સહિત આગેવાનો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્યો હાજર રહયાં હતાં.