/connect-gujarat/media/post_banners/4d54a497a75c32572da1642fa5e57618718c1765c4ce7d73c02672afaccea40b.jpg)
હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અચાનક જ માવઠાના માર વચ્ચે જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે વરસાદના કારણે કેરીના 15 હજારથી વધુ બોક્સ પલળી ગયા હતા.
ઉનાળાની સિઝનમાં કેરીનો મતલબ પાક ઈચ્છતા જુનાગઢના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. એક તરફ લાખો રૂપિયા ખર્ચી ખેડૂતોએ આંબાના ઝાડને માવજત કરી કેરીનું ઉત્પાદન મેળવવા રાત દિવસ એક કરી દીધા હતા, ત્યારે બીજી તરફ છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ પડતા કેરીમાં નફો મળવાના બદલે માવજતમાં ખર્ચેલા રૂપિયા પણ જો ઊભા થઈ જાય તો સારું છે, તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા હતા. જુનાગઢ પંથકમાં અચાનક જ વરસાદ ખાબકતા આંબાના બગીચાઓની કેરીઓ જમીનદોસ્ત થઈ હતી. આ વચ્ચે માર્કેટિંગ યાર્ડ ખાતે લાવવામાં આવેલા કેરીના 15 હજારથી વધુ બોક્સ પલળી ગયા હતા. આંબાના બગીચા ધરાવતા ખેડૂતોએ કેરીના પાકમાં લાખો રૂપિયાનું નુકસાન થતા સરકાર પાસે વહેલી તકે સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે.