Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : મેંદરડા નજીક મંદિરમાંથી ચોરી કરનાર 3 શખ્સો ઝડપાયા, રૂ. 2 લાખનો મુદ્દામાલ જપ્ત...

જુનાગઢ જિલ્લાના મેંદરડા નજીક તાજેતરમાં મંદિરમાંથી થયેલ સોના-ચાંદીની ચોરીનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે.

X

જુનાગઢ જિલ્લાના મેંદરડા નજીક તાજેતરમાં મંદિરમાંથી થયેલ સોના-ચાંદીની ચોરીનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. જેમાં 55 જેટલી ચોરીને અંજામ આપનાર 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.

ચોરી કરતા તસ્કરોએ હવે ધાર્મિક સ્થળોને પણ બાકાત નથી રાખ્યું, ત્યારે જુનાગઢ જિલ્લાના મેંદરડા નજીક તાજેતરમાં જ મંદિરમાંથી ચોરી થયાની ઘટના સામે આવી છે. મેંદરડા નજીક મંદિરમાંથી ચાંદીના છત્તર અને સોના-ચાંદીની કેટલીક ચીજ વસ્તુની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા, ત્યારે મંદિરમાં થયેલ ચોરી મામલે જુનાગઢ જિલ્લા પોલીસે તસ્કરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી. આ જુનાગઢ LCB પોલીસે સાગર ઉર્ફે લાલો, ભીખુ ઉર્ફે વિજય, રોહિત ગળકીયાની ધરપકડ કરી રૂ. 2 લાખથી વધુનો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે. પોલીસ તપાસમાં આ તસ્કરોએ જુનાગઢ, અમરેલી, દાહોદ અને રાજકોટના મંદિરમાંથી પણ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. એટલું જ નહીં, છેલ્લા કેટલાક વર્ષોમાં આ ત્રણેય તસ્કરોએ મળીને 55 જેટલી ચોરી કરી હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું. તો બીજી તરફ, ત્રણેય તસ્કરો પોતાના મોજશોખ માટે ચોરી કરતાં હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

Next Story