/connect-gujarat/media/post_banners/b70081605ca9319deb0af84b24bca0a8cea38e17145a79dd1f50e92f3aca8710.jpg)
જુનાગઢ જિલ્લાના વિસાવદરથી માંણદીયા જવાના રસ્તે 3 કિમીના અંતરે આવેલ ગૌચરની જમીનના સર્વે નંબરવાળી જમીનમાં વિસાવદરના હનુમાનપરામાં રહેતા મનસુખ વલ્લભ રાખોલીયા, ભીખુ માધા રાખોલીયા અને કાલસારી ગામના ભીખુ રવજી અમીપરા દ્વારા બિનઅધિકૃત રીતે દબાણ કરવામાં આવ્યું હતું, ત્યારે આ દબાણ હોવાનું સાબિત થતા ત્રણેય શખ્સો સામે જુનાગઢ જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠકમાં FIR દાખલ કરવાનું નક્કી થયું હતું. જેમાં આ 3 શખ્સો વિરુદ્ધ ગૌચર જમીનને પચાવી પાળવા મામલે ગુનો નોંધાયો છે. જે જમીનમાં સોયાબીન અને મગફળીનું પણ વાવેતર કરવામાં આવ્યું હતું. જે મામલે 40 વીઘાની જમીન પર કબ્જો જમાવનાર 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. આ જમીન અંદાજે 4 વર્ષથી વધુ સમયથી કબ્જો કરેલ હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.