/connect-gujarat/media/post_banners/3022a3c2570b9224dc908f676f5e023f5e7583042dfb4d65a025aa56221129bd.webp)
જૂનાગઢના ચોરવાડ પાસે નાળિયેરની વાડીંમાં કામ કરી રહેલા 17 વર્ષીય કિશોરનું આજે કાર્ડિયેક એરેસ્ટના કારણે મોત નિપજ્યું હતું. ચોરવાડ ગામ પાસે આવેલી નાળિયેરની વાડીમાં જિજ્ઞેશ વાજા નામનો 17 વર્ષીય કિશોર સવારના સમયે નાળિયેરની લૂમ લઈને જઈ રહ્યો હતો ત્યારે જ અચાનક ઢળી પડ્યો હતો. સ્થાનિકો લોકોએ તેને CPR આપવાનો પ્રયાસ કર્યો હતો અને બાદમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
જ્યાં સારવાર દરમિયાન જીગ્નેશનું મોત નિપજ્યું હતું. ચોરવાડ સિવિલ હોસ્પિટલના તબીબ હિતેષ ધોળિયાએ જિગ્નેશ વાજાનું મોત કાર્ડિયક એરેસ્ટના કારણે થયું હોવાનું જણાવ્યું હતું. નાની ઉંમરમાં હાર્ટ-એટેક અને કાર્ડિયક અરેસ્ટના બનાવમાં વધારો થયો છે. ત્યારે જૂનાગઢના કાર્ડિયોલોજિસ્ટ કેયુર પીપલીયાએ કહ્યું હતું કે, યુવાન વયમાં હાર્ટ-અટેકનું પ્રમાણ વધવા પાછળનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આના માટે એક કરતા વધુ કારણો જવાબદાર છે. જેમ કે, ફેમિલી હિસ્ટ્રી, સ્મોકીંગ, ઓબેસિટી, ફાસ્ટ ફુડની આદત જેવા કારણો જવાબદાર હોય શકે. કેટલાક બનાવોમાં હ્રદયની જન્મજાત બિમારીના કારણે પર અચાનક હ્રદય બેસી જતું હોય છે.