જૂનાગઢ : સક્કરબાગ ઝૂમાંથી રીંછ બહાર નીકળી જઈને રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતા ફફડાટ

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી રીંછ બહાર નીકળી ગયું હતું. રીંછ પાંજરામાંથી વૃક્ષની ડાળીનો સહારો લઈ દીવાલ કૂદીને ઝૂની પાછળ આવેલ કસ્તુરબા કોલોનીમાં ઘૂસી ગયું હતું.

New Update
  • સક્કરબાગ ઝૂમાંથી રીંછ થયું ગાયબ

  • વૃક્ષની ડાળીની મદદથી રીંછ થયું ફરાર

  • રીંછ સ્થાનિક રહેણાંક વિસ્તારમાં પહોંચતા ફફડાટ

  • ઝૂ સત્તાધીશોએ કર્યું રીંછનું રેસ્ક્યુ

  • રીંછને બેભાન કરીને પકડી લેવામાં આવતા રાહત

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી રીંછ બહાર નીકળી ગયું હતું. રીંછ પાંજરામાંથી વૃક્ષની ડાળીનો સહારો લઈ દીવાલ કૂદીને ઝૂની પાછળ આવેલ કસ્તુરબા કોલોનીમાં ઘૂસી ગયું હતું. જેના કારણે લોકોમાં દોડધામ મચી ગઈ હતી.

ગુજરાતી બાળગીત "રીંછ એકલું ફરવા ચાલ્યું" વર્તમાન સમયમાં સાર્થક થયું છે. બન્યું કંઈક એવું હતું કે જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં એક રીંછ વૃક્ષની પાતળી ડાળીઓ પકડીને તે વૃક્ષ પર ચડી ઝૂની દીવાલ કૂદીને બહાર નીકળી ગયું હતું. રીંછ ગમે તેવી જગ્યાએ ચઢવા માટે ખૂબ જ ચપળ અને સક્ષમ હોવાથી બહાર નીકળવામાં તેને સફળતા મળી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી.

આ રીંછ ઝૂ નજીકમાં આવેલ કસ્તુરબા સોસાયટીમાં પહોંચી ગયું હતું.અને સ્થાનિકો રીંછ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સ્થાનિકોને રીંછ ઝૂમાંથી બહાર નીકળી ગયું હોવાનું લાગતા તાત્કાલિક ઝૂમાં જાણ કરવામાં આવી હતી. ઝૂનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને રીંછને બેભાન કરીને સુરક્ષિત રીતે પકડી લેવામાં આવ્યું હતું.રીંછને પુનઃ હેમખેમ ઝૂમાં લઇ જવામાં આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

Latest Stories