OLX અને કાર 24 નામની એપ. દ્વારા છેતરપિંડી
ફોર વ્હિલ ગાડીઓ લે-વેચની લોભામણી લાલચ
ગ્રાહકોને લાલચ આપી રૂ. 70.90 લાખની છેતરપિંડી
મહાઠગની જુનાગઢ પોલીસ દ્વારા ધરપકડ કરાય
આરોપીને મહારાષ્ટ્રના દહીંસરથી ઝડપી લેવાયો
OLX અને કાર 24 નામની એપ. દ્વારા ફોર વ્હિલ ગાડીઓ લે-વેચની લોભામણી વાતો કરી ગ્રાહકોને લાલચ આપી ગુજરાતના અલગ અલગ શહેરોના ગ્રાહકો સાથે રૂ. 70.90 લાખની છેતરપિંડી કરનાર મહાઠગની જુનાગઢ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુનાગઢ શહેર એ’ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ ધવલ પટેલ નામનો વ્યક્તિ જુનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા એક તબીબની સ્વિફ્ટ કાર અપાવી દેવાની લાલચ આપી રૂ. 2.15 લાખ ભાવ નક્કી કરી વિશ્વાસમાં લઈ આંગડિયા દ્વારા પેમેન્ટ કરાવી લઈ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. જેથી જુનાગઢ પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીને મહારાષ્ટ્રના દહીંસરથી ઝડપી લઈ પૂછપરછ કરતા આ શખ્સ પિયુષ પટેલ અને મહેસાણાના વિસનગરનો હોવાનું સામે આવ્યું હતું.
આ આરોપી OLX અને કાર 24 એપિલેક્શન દ્વારા જાહેરાત જોઈ કારના માલિકો સાથે વાત કરી લાલચ આપી પેમેન્ટ મેળવી ફોન બંધ કરી લેતો હતો. આ શખ્સે અત્યાર સુધી અસંખ્ય ગુન્હાઓ આચરી લોકો સાથે છેતરપિંડી કરી છે, ત્યારે ગુજરાતના અલગ અલગ શહેરોના ગ્રાહકો સાથે રૂ. 70.90 લાખની છેતરપિંડી કરનાર મહાઠગની જુનાગઢ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.