જૂનાગઢ: દિવ્યાંગ યુવકની સાહસિક ગિરનારની સફર,ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ મેળવ્યું છે સ્થાન

જૂનાગઢના યાત્રાધામ ગરવા ગઢ ગિરનારને એક દિવ્યાંગ યુવકે 10મી વખત પગથી નહીં પરંતુ હાથની મદદથી સર કર્યો છે.અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પોતાનું નામ અંકિત કરાવ્યું છે.

New Update
  • દિવ્યાંગ યુવકની સાહસિક ગિરનારની યાત્રા

  • સતત દસમી વખત ગિરનાર કર્યો સર

  • ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં મળ્યું છે સ્થાન

  • સાહસિક યાત્રામાં મિત્રો બન્યા સથવારો

  • આધ્યાત્મિકતા સાથે સેવાની ધૂણી ધખાવી

જૂનાગઢના યાત્રાધામ ગરવા ગઢ ગિરનારને એક દિવ્યાંગ યુવકે 10મી વખત પગથી નહીં પરંતુ હાથની મદદથી સર કર્યો છે.અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પોતાનું નામ અંકિત કરાવ્યું છે. યુવકના સાહસને સૌ કોઈ બિરદાવી રહ્યું છે. 

અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી પરંતુ અહીંયા હિમાલય નહીં ગરવા ગઢ ગિરનારની વાત છે.ગિરનાર ખાતે રોપવેની પણ સુવિધા છે,પરંતુ શ્રદ્ધા સાથે જોડાયેલા લોકો તો આજે પણ પગથિયા પર ચાલીને જ ગિરનાર ચડે છે.જે સ્વસ્થ લોકો ન કરી શકે તેવું આ દિવ્યાંગ યુવકે કર્યું છે,મૂળ અમરેલીના અને રાજકોટ નિવાસી હાલમાં 41 વર્ષની ઉંમર ધરાવતા વિપુલ બોખરવાડીયાને બે વર્ષની ઉંમરે પોલિયોને કારણે બંને પગ ગુમાવા પડ્યા હતા.તેમ છતાં તેઓએ હિંમત હાર્યા વિના બંને હાથની મદદથી ચાલવાનું શરૂ કર્યું અને એટલું જ નહીંવિપુલે ગુજરાતનો સૌથી ઉંચો પર્વત ગિરનાર અત્યાર સુધીમાં 10મી વખત સર કર્યો છે! વર્ષ 2018માં પાંચમી વખત ગિરનાર સર કર્યોત્યારે તેઓએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું. ગિરનાર ચડી અને ઉતરવામાં વિપુલને 20 કલાક જેટલો સમય લાગે છે તે રાત્રિના ચડે છે અને બપોરના સમયે ફરી તે ગિરનારના પગથિયાંઓ ઉતરી પોતાના વતન રવાના થાય છે.દર વર્ષે પોતાના મિત્રો સાથે ગિરનારની યાત્રા કરે છે અને 10મી વખત  ગિરનાર સર કરીને  તેઓએ ધન્યતા અનુભવી હતી.

સાહસિક કાર્યમાં કંઈક કરવું હોય તો મિત્રનો સહારો જરૂરી બનતો હોય છે,ત્યારે વિપુલ તેમના મિત્રના સહારે સૌપ્રથમવાર 2005માં ગિરનાર પર આવ્યા હતા જ્યારે તેમનું નહોતું એટલે ગિરનાર પર કરી શકશે પરંતુ મિત્રોના સહારાથી તેઓએ સફળ થયા હતા.ત્યારબાદ આજ દિવસ સુધી દર વર્ષે ગિરનારની યાત્રા કરવા આવે છે અને અન્ય મિત્રોને પણ સાથે લાવે છે. આ વર્ષે 90 જેટલા તેમના મિત્રો તેમના સથવારા માટે સાથે આવ્યા હતા.વિપુલ દિવ્યાંગ  હોવા છતાં ગિરનાર યાત્રા કરે છે.જેથી તેમના મિત્રો તેમનાથી પ્રેરિત થઈ અને દર વર્ષે અલગ અલગ લોકો તેની સાથે જોડાયને આ ગિરનારની યાત્રા કરવા માટે આવે છે.

લાખો શ્રદ્ધાળુ ગિરનાર પર શ્રદ્ધાભેર આવતા હોય છે,આધ્યાત્મિકતા સાથે લોકો મનોરંજન માટે પણ ગિરનાર લોકો આવતા હોય છે,પરંતુ વિપુલના મિત્રો માને છે કે ગિરનાર એ એવી જગ્યા છે કે મનોરંજન માટે નહીં પરંતુ એકવાર જો ગિરનાર તમે આવો તો તમને નવો રસ્તો મળે છે. આ મિત્રોએ એક ગ્રુપ બનાવી અને તેનું નામ જય ગિરનારી ચેરીટેબલ ટ્રસ્ટ રાખ્યું છે. વિપુલના મિત્ર સર્કલ દ્વારા આ ટ્રસ્ટ બનાવી તેમાં દર મહિને રકમ એકઠી કરી લોકોની સેવામાં ખર્ચ કરવામાં આવે છે.

Read the Next Article

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના નડાબેટમાં સરહદના સંત્રીઓ BSF જવાનો સાથે કર્યો સંવાદ

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા.

New Update

CM ભુપેન્દ્ર પટેલે નડા બેટની લીધી મુલાકાત

CMBSFના જવાનો સાથે કર્યો સંવાદ

આ પ્રસંગેCMએ વિકાસકાર્યોની આપી ભેટ

BSF માટે મીઠા પાણીની સુવિધાનો પ્રારંભ

CMએ સમા દર્શનના કાર્યને બિરદાવ્યું

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર  મોદીના મક્કમ નિર્ધારણને પગલે ઓપરેશન સિંદુરની જ્વલંત સફળતામાંBSF અને સેનાના જવાનોના શૌર્યસભર યોગદાન માટે તેમણે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.રાજ્ય સરકારે નડાબેટ ખાતે શરૂ કરેલા સીમા દર્શનને પરિણામેBSFને નજીકથી જાણવાની લોકોને તક મળી છે અને લાખો પ્રવાસીઓ સીમા દર્શન અન્વયે બોર્ડર ટુરિઝમને વેગ આપે છે. એમ પણ તેમણે ઉમેર્યું હતું.

BSFના આઈ.જી.અભિષેક પાઠકે રાજ્ય સરકારે નડાબેટ સહિતના સરહદી વિસ્તારોમાંBSF માટે મીઠા પાણીની સુવિધા અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરેલી વ્યવસ્થા માટે આભાર વ્યક્ત કર્યોહતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ પ્રસંગેBSF જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું.આ મુલાકાતમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા.