Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : શિકારની શોધમાં આવી ચઢેલો દીપડો ખુલ્લા કૂવામાં ખાબક્યો, જુઓ “LIVE” રેસક્યું..!

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામે ખુલ્લા કૂવામાં દીપડો ખાબકતાં ભારે જહેમત સાથે વન વિભાગે રેસક્યું કર્યું હતું.

X

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામે ખુલ્લા કૂવામાં દીપડો ખાબકતાં ભારે જહેમત સાથે વન વિભાગે રેસક્યું કર્યું હતું.

મળતી માહિતી અનુસાર, જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામની વાડી વિસ્તારમાં ખુલ્લા કૂવામાં દીપડો ખાબક્યો હતો. શિકારની શોધમાં આવેલો દીપડો ખુલ્લા કૂવામાં ખાબક્યો હોવાની વાત વાયુવેગે પ્રસરતા વાડીની આજુબાજુના લોકટોળાં ઘટના સ્થળે ભેગા થયા હતા. જે બાદ બનાવની જાણ થતાં જ વન વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે પહોચ્યો હતો, જ્યાં વન વિભાગ દ્વારા ભારે જહેમત બાદ દીપડાને રેસક્યું કરી કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ દીપડાને સારવાર અર્થે અમરાપુર સ્થિત એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, પ્રાથમિક સારવાર અપાયા બાદ દીપડાને વન વિસ્તારમાં મુક્ત કરાશે તેવું વન વિભાગ દ્વારા જાણવા મળ્યું છે.

Next Story