જુનાગઢ: ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સિક્કાઓના સંગ્રહાલયને ખુલ્લુ મૂકવામા આવ્યું

ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે જુનાગઢમાં સિક્કાઓના સંગ્રહાલયને ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું

New Update
જુનાગઢ: ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સિક્કાઓના સંગ્રહાલયને ખુલ્લુ મૂકવામા આવ્યું

ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે જુનાગઢમાં સિક્કાઓના સંગ્રહાલયને ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું

રાજ્યભરમાં ગુજરાત સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી રહી છે.જે અંતર્ગત જૂનાગઢના ઐતીહાસિક મજેવડી દરવાજા ખાતે આજથી સિક્કાઓનું મ્યુઝિયમ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.અહી ઈસ્ટ ઈન્ડિયા કંપનીના સમયના સિક્કાઓ, રજવાડા સમયના સિક્કાઓ,વિદેશી ચલણી સિક્કાઓ વગેરે સંગ્રહાલયમાં રાખવામા આવ્યા છે. ઉપરાંત અહી સિક્કાઓનો ઇતિહાસ તેમજ સિક્કાઓની અવનવી માહિતીઓ પણ લખવામાં આવી છે. આશરે 600 સિક્કાઓ આ સંગ્રહાલયમાં રાખવામાં આવ્યા છે.જૂનાગઢ મનપાના અધિકારી અને પદાધિકારીઓની હાજરીમાં આ સિકકાઓના સંગ્રહાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

Latest Stories