જુનાગઢ : રાજ્યપાલની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો, રાસાયણિક ખેતીથી યુવાનોમાં પ્રજનન ક્ષમતા ઘટી હોવાની ચિંતાજનક વાત કહી...

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 10 જિલ્લાના કૃષિ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

New Update
  • જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે કરાયું આયોજન

  • પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું

  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહ્યા વિશેષ ઉપસ્થિત

  • પરિસંવાદમાં રાજ્યપાલએ ચિંતાજનક વાત કહી

  • રાસાયણિક ખેતીથી યુવાનોમાં પ્રજનન ક્ષમતા ઘટી

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 10 જિલ્લાના કૃષિ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજિત પ્રાકૃતિક ખેતી રિફ્રેશર તાલીમ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલએ ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કેપેસ્ટીસાઈડનો ઉપયોગ આગામી પેઢી માટે ખૂબ જોખમી છે. એટલું જ નહીંરાસાયણિક ખેતીના કારણે યુવા પેઢીની પ્રજનન ક્ષમતા ઘટી રહી છે. જેના પરિણામે દેશભરમાં કૃત્રિમ ગર્ભાધાન સેન્ટરોની સંખ્યા વધી રહી છે. હવે ભારતના ગલીઓમાં પણ કૃત્રિમ ગર્ભાધાન સેન્ટરો ખુલી ગયા છે. આ દ્રશ્ય આપણને એ વિચારવા મજબૂર કરે છે કેકૃષિમાં અપનાવેલી રાસાયણિક પદ્ધતિઓ આપણા સમાજ માટે કેટલાય સ્તરે ખતરનાક બની રહી છે,

 ત્યારે હવે સૌકોઈએ જાગૃત થવું પડશે અને પેસ્ટીસાઈડનો ઉપયોગ અટકાવવો પડશે તે વાત પર રાજ્યપાલએ ભાર મુક્યો હતો. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યના 10 જેટલા જિલ્લાઓમાંથી કૃષિબાગાયત અને ગ્રામ વિકાસ વિભાગના અધિકારીઓકલેકટરજિલ્લા વિકાસ અધિકારીબાગાયત વિભાગના અધિકારીઓ કર્મચારીઓતાલુકા કક્ષાના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories