-
મધમાખીઓ દ્વારા માણસો પર હુમલાની ઘટનાઓમાં સતત વધારો
-
પર્વતારોહણ તાલીમ માટે ગયેલા લોકો પર મધમાખીઓનો હુમલો
-
વિદ્યાર્થીઓ-ઈન્સ્ટ્રક્ટરો સહિત 100 લોકો પર મધમાખી દ્વારા હુમલો
-
35 જેટલા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
-
તાલીમ બાદ પરત ફરતી વખતે બની મધમાખીના હુમલાની ઘટના
જુનાગઢમાં પર્વતારોહણ તાલીમ માટે ગયેલા 100થી વધુ લોકો પર મધમાખીના ઝુંડનો હુમલો થતાં 35 જેટલા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
રાજ્યના અંતરિયાળ ગામોમાં અવારનવાર ઝેરી મધમાખીઓ દ્વારા માણસો પર હુમલાની ઘટનાઓ બનતી રહે છે, ત્યારે જુનાગઢમાં પણ મધમાખીના ઝુંડના હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. જુનાગઢમાં પર્વતારોહણ તાલીમ માટે ગયેલા 94 વિદ્યાર્થીઓ સહિત 9 ઈન્સ્ટ્રક્ટરો મળી 100થી વધુ લોકો પર મધમાખીના ઝુંડનો હુમલો થયો હતો.
ભવનાથ તળેટી જતાં રસ્તે પાજનાકા પુલ પાસે જોગણીયા ડુંગર પર તાલીમ બાદ પરત ફરતી વખતે આ ઘટના બની હતી. આ ઘટનામાં 35 લોકોને મધમાખીના ઝુંડે ડંખ મારતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તમામ ઈજાગ્રસ્તોની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.