જૂનાગઢ : ચોરવાડ નજીક કાર પલટી જતા શિક્ષક અને તેના મિત્રનું મોત, ઈજાગ્રસ્તોને સારવાર માટે કેશોદ ખસેડાયા

ચોરવાડ રોડ પર ગમખાર અકસ્માત સર્જાતા રોડ પર લોકોના ટોળા એકત્રિત થયા હતા તો આ અકસ્માતમાં માંગરોળ થી વેરાવળ જતા ચાર વ્યક્તિ એક કારમાં સવાર હતા

New Update
જૂનાગઢ : ચોરવાડ નજીક કાર પલટી જતા શિક્ષક અને તેના મિત્રનું મોત, ઈજાગ્રસ્તોને સારવાર માટે કેશોદ ખસેડાયા

માંગરોળ ચોરવાડ રોડ પર ગમખાર અકસ્માત સર્જાતા રોડ પર લોકોના ટોળા એકત્રિત થયા હતા તો આ અકસ્માતમાં માંગરોળ થી વેરાવળ જતા ચાર વ્યક્તિ એક કારમાં સવાર હતા ત્યારે ગાડી ચલાવતા ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ફોવ્હિલ કાર રોડથી નીચે ઉતરી ગઈ હતી. જેમાં બેસેલ શિક્ષક ફારૂક જેઠવા અને રિઝવાન ખાદીમ નામના મુસ્લિમ યુવાનોના મોત થયા હતા.અને બે લોકોને ગંભીર ઈજા થઈ હતી જેને પ્રથમ ચોરવાડ અને બાદમાં વધુ સારવાર માટે કેશોદ થી જુનાગઢ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. લંબોરા પાસે સીમ શાળામાં ફરજ બજાવતા હતા, સરળ સ્વભાવના થી ઓળખાતા શિક્ષક ફારુકભાઈ જેઠવા ના મૃત્યુના સમાચારથી શિક્ષણ સમાજ સહીત સમગ્ર મુસ્લીમ સમાજમા ગમગીની, લાગણી છવાઇ હતી.આ ઘટના ની જાણ થતાં ઘાંચી સમાજના પ્રમુખ મો. હુશેન ઝાલા ઈબ્રાહિમ વરામ , ઈબ્રાહિમ બાખાઈ, દાઉદભાઈ ચુડલી, સહીત શિક્ષકો આગેવાનો ચોરવાડ અને કેશોદ ખાતે દોડી પહોચ્યા હતા.

Latest Stories