Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : ઉપરકોટ દોઢ દિવસ બાદ પ્રવાસીઓ માટે ફરી ખુલ્લો મુકાયો, સ્થાનિકો-વિદ્યાર્થીઓને ટિકિટના દરમાં 50%ની રાહત...

ઐતિહાસિક ઉપરકોટને લઈને પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ન માત્ર જુનાગઢ પરંતુ ગુજરાતનો સૌથી વિશાળ આ કિલ્લો છે

X

ઉપરકોટ દોઢ દિવસ બાદ પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો

ઉપરકોટ ખાતે સહેલાણીઓની પાંખી હાજરી જોવા મળી

સ્થાનિકો અને વિદ્યાર્થીઓને ટિકિટના દરમાં 50%ની રાહત

જુનાગઢનો ઐતિહાસિક ઉપરકોટ આજે દોઢ દિવસના વિરામ બાદ પ્રવાસીઓ માટે ફરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.. જોકે, ઉપરકોટ ખાતે આજે પ્રવાસીઓની પાંખી હાજરી જોવા મળી હતી. આ દ્રશ્યો છે જુનાગઢના ઐતિહાસિક અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર સમાન એવા ઉપરકોટ કિલ્લાના... રવિવાર બપોર બાદ ઉપરકોટ કિલ્લો આજે ફરી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. જોકે, આજે અહી પ્રવાસીઓની સંખ્યા બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળી હતી. મહત્વનું છે કે, ગઈ કાલ સાંજે જ રાજ્ય સરકારમાંથી નિર્ણય જાહેર કરાયો હતો. જુનાગઢના સ્થાનિકોને ટિકિટના દરમાં 50 ટકાની રાહત આપવામાં આવશે. ઉપરાંત દરેક વિદ્યાર્થીઓને પણ 50 ટકા રાહત આપવામાં આવશે.

તો બીજી તરફ, જુનાગઢ મનપા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઐતિહાસિક ઉપરકોટને લઈને પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ન માત્ર જુનાગઢ પરંતુ ગુજરાતનો સૌથી વિશાળ આ કિલ્લો છે. ઉપરકોટના કિલ્લામાં હવે આગામી દિવસોમાં ગિરનારની લીલી પરિક્રમા હોય કે, પછી મહાશિવરાત્રીનો મેળો હોય, ત્યારે ભારે ભીડ સર્જાય તો ત્યારે તેને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ પ્રવાસીઓની સુરક્ષા અને સલામતી માટે પણ તંત્ર સાબદુ બન્યું હોવાનું ડેપ્યુટી કલેક્ટરે જણાવ્યું હતું.

Next Story