-
આંગણવાડીમાં અભ્યાસ કરતી બાળકીની અદભુત સિદ્ધિ
-
બાળકીની પ્રતિભાથી સૌને આશ્ચર્ય
-
અંગ્રેજી મૂળાક્ષર પરથી બોલે છે દેશના નામ
-
માત્ર 33 સેકન્ડમાં વિશ્વભરના દેશના બોલે છે નામ
-
ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા પણ કરાઈ નોંધ
જૂનાગઢનાં ધંધુસર ગામની આંગણવાડીમાં અભ્યાસ કરતી આશરે 5 વર્ષીય સમીરા નામની બાળકીની પ્રતિભાએ સૌ કોઈને આશ્ચર્યમય બનાવી દીધા છે,અંગ્રેજી મૂળાક્ષરો પરથી વિશ્વભરના દેશોના નામ બોલતી દીકરીના આ ટેલેન્ટની નોંધ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા પણ લેવામાં આવી છે.
જૂનાગઢ પાસેના નાના એવા ધંધુસર ગામે રહેતા મિલન મૂળિયાસિયાની દીકરી સમીરા કે જે ગામની આંગણવાડીમાં અભ્યાસ કરે છે, નાનપણથી જ ખૂબ જ ઉત્સાહી અને એનર્જી સભર સમીરા A થી Z સુધીના અંગ્રેજી મૂળાક્ષરોમાં વિશ્વભરનાં બધા જ દેશોના નામ માત્ર 33 સેકન્ડમાં બોલે છે, તેમજ સમીરના પિતાના જણાવ્યા મુજબ સમીરા સંસ્કૃતના શ્લોકો પણ બોલે છે,તેમજ યોગામાં પણ વધુ રુચિ ધરાવે છે, સમીરાનું ટેલેન્ટ નિહાળી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા નોંધ લઈને દીકરીની આ પ્રતિભાને બિરદાવી હતી.આંગણવાડીમાં સમીરા દ્વારા પ્રેરણાદાયી પ્રવૃત્તિ કરવામાં આવતા અન્ય બાળકો પણ નવ સર્જન કરવાનો ઉત્સાહ દર્શાવી રહ્યા છે.