Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : આર્મી જવાનને પોલીસ જવાનોએ માર્યો હતો માર, ગુજરાત માજી સૈનિક સંગઠને નોંધાવ્યો ઉગ્ર વિરોધ

આર્મી જવાનને પોલીસકર્મીઓ દ્વારા માર મારવાની ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે

X

જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના પાદરડી ગામમાં આર્મી જવાનને પોલીસકર્મીઓ દ્વારા માર મારવાની ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે, ત્યારે આ બનાવમાં સંડોવાયેલા તમામ પોલીસકર્મીઓને બરતરફ કરવાની માંગ સાથે ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

માણાવદર તાલુકાના પાદરડી ગામે ગત તા. 29 ઓગષ્ટના રોજ બાંટવા અને વંથલીના પોલીસકર્મીઓ દ્વારા કાના કેશવાલા નામના આર્મી જવાનને ઢોર માર મારવામાં આવ્યો હતો. જોકે, પોલીસકર્મીઓ જ એક આર્મી જવાનને માર મારતો હોવાનો વિડિયો વાઇરલ થયા બાદ તેના ઘેરા પડઘા પડ્યા હતા. જોકે, આર્મી જવાન કાના કેશવાલાને અમાનુષી માર મારનાર 2 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ તો કરવામાં આવ્યા છે. પરંતુ આ ઘટનામાં સંડોવાયેલા અન્ય કસુરવાર પોલીસકર્મીઓને પણ બરતરફ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

સમગ્ર મામલે ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા ગુજરાત બંધના એલાન સાથે જુનાગઢ એસ.પી. કચેરી સામે ધરણા અને રેલી યોજવામાં આવી હતી. સંગઠન દ્વારા માંગ કરવામાં આવી છે કે, એક આર્મી જવાનને માર મારનાર તમામ પોલીસ કર્મચારીઓને ફરજમુક્ત કરી ભોગ બનનાર આર્મી જવાનના પરિવારને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો આગામી સમયમાં પોલીસ દ્વારા આ મામલે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ગુજરાત માજી સૈનિક સંગઠનના સભ્યોએ આ આંદોલનને વધુ તેજ બનાવવાની ચીમકી ઉચ્ચારી હતી.

Next Story