જુનાગઢ: શ્રાવણ માસના પ્રારંભે ભવનાથ મંદિર ખાતે ભાવિક ભક્તો ઉમટ્યા,વિવિધ કાર્યક્રમોનું આયોજન

આજથી શરૂ થતા શ્રાવણ માસના પ્રારંભે હર હર મહાદેવ,ઓમ નમઃ શિવાયના નાદ સાથે જૂનાગઢના શિવાલયો ગુંજી ઉઠ્યા હતા

New Update
જુનાગઢ: શ્રાવણ માસના પ્રારંભે ભવનાથ મંદિર ખાતે ભાવિક ભક્તો ઉમટ્યા,વિવિધ કાર્યક્રમોનું આયોજન

આજથી શરૂ થતા શ્રાવણ માસના પ્રારંભે હર હર મહાદેવ,ઓમ નમઃ શિવાયના નાદ સાથે જૂનાગઢના શિવાલયો ગુંજી ઉઠ્યા હતા

આજથી શરૂ થતા શ્રાવણ માસના પ્રારંભે હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય ના નાદ સાથે જૂનાગઢના શિવાલયો ગુંજી ઉઠ્યા છે ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાના ગિરનાર તળેટી ખાતે આવેલ ભવનાથ મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા ત્યારે અતિ પ્રાચીન ભવનાથ મહાદેવ મંદિર વિશે જો વાત કરવામાં આવે તો આ શિવલિંગ 5000 વર્ષ પુરાણું છે અને સ્વયંભૂ મહાદેવ દ્વારા આ શિવલિંગમાં પોતાની જ્યોતિ પધરાવવામાં આવી હોવાથી કળિયુગમાં પણ આનું અનેરૂ મહત્વ છે.જ્યારે આજથી પ્રારંભ થતાં શ્રાવણ માસના પ્રથમ દિવસે આરતી દર્શનનો લાભ લઈ રહેલા શ્રદ્ધાળુ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભવનાથ મહાદેવ દરેકને મનોકામના પૂર્ણ કરે છે ત્યારે દરેકે ખાસ અહીંયા દર્શન કરવા આવું જ જોઈએ અને શ્રાવણ માસ તેમજ મહાશિવરાત્રીના મેળા દરમિયાન પણ અહીંયા ભવનાથ મહાદેવ ના દર્શનનું અનેરુ મહત્વ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

Latest Stories