જૂનાગઢ:બામણાસા ગામે ખેડૂત મહાપંચાયતનું આયોજન,ઇકો ઝોનનો કરાયો વિરોધ

ખેડૂત મહાપંચાયતમાં જો સરકાર તેઓની માંગ નહીં સ્વીકારે તો આગામી સમયમાં સમગ્ર ગુજરાતભરમાં સંયુક્ત કિસાન મોરચા અંતર્ગત આંદોલન કરવાની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી

New Update

જૂનાગઢમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન  

બામણાસામાં સંયુક્ત કિસાન મોરચા દ્વારા કરાયું આયોજન
ઘેડના પ્રશ્નો બાબતે કરવામાં આવી ચર્ચા 
ઇકો ઝોન બાબતે પણ ખેડૂતોમાં નારાજગી 

સિંહ જંગલ બહાર આવે તે જંગલ ખાતાની નબળાઈ 

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બામણાસા ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ખેડૂતોને કનડગતા પ્રશ્નો અંગેની ચર્ચા કરવામાં આવી હતી.
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બામણાસા ખાતે ખેડૂત મહાપંચાયતની સભા મળી હતી,આ સભામાં જેમાં ઇકો સેન્સિટિવ ઝોન,ઘેડ વિસ્તારના પ્રશ્નો,નદી પ્રદુષિત સહિતના પ્રશ્નો મુદ્દે ઉગ્ર ચર્ચાઓ કરવામાં આવી હતી.અને ખેડૂતોએ એક સુર તેઓના કનડગતા પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર સમક્ષ માંગ કરવામાં આવી હતી.અને જો સરકાર તેઓની માંગ નહીં સ્વીકારે તો આગામી સમયમાં સમગ્ર ગુજરાતભરમાં સંયુક્ત કિસાન મોરચા અંતર્ગત આંદોલન કરવાની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી હતી.
આ મહાપંચાયતમાં ખેડૂતોએ રોષ પૂર્વક જણાવ્યું હતું કે સિંહ જંગલ છોડીને માનવ વસ્તી તરફ આવે છે તે જંગલ ખાતાની નબળાઈ છે.ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ખેડૂતોની લાખ રૂપિયાની ભેંસનું મારણ સિંહ કરી જાય છે તો પણ ખેડૂતોએ કોઈ વળતર માગ્યું નથી,આજે ઇકો ઝોન બનાવીને ઉદ્યોગપતિઓને લાભ કરાવવા માટે ખેડૂતો સાથે સરકાર અન્યાય કરી રહી હોવાના આક્ષેપ તેઓએ કર્યા હતા.
#Farmer #Junagadh Farmer #ઇકો ઝોન #ઇકો ઝોનનો વિરોધ #Opposite of eco zone #Eco zone #Eco Zone Virodh #બામણાસા #Khedut Mahapanchayat #ખેડૂત મહાપંચાયત #Bamanasa village
Here are a few more articles:
Read the Next Article