જૂનાગઢ : મહાશિવરાત્રીના મેળામાં અઘોરી મ્યુઝિકની ધમાલમાં ભવનાથ ગુંજ્યું,ગરબાની પણ બોલાવી રમઝટ

જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં જિલ્લા વહીવટી તંત્રના સાંસ્કૃતિક કાર્યક્રમમાં અઘોરી મ્યુઝિકના કલાકારોએ ભારે જમાવટ કરી હતી.અને સોરઠની ધરોહરને ઉજાગર કરતી વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

New Update
  • જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું

  • જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું કરાયું આયોજન

  • અઘોરી મ્યુઝિકના કલાકરોએ બોલાવી રમઝટ

  • અઘોરી મ્યુઝિકની ધમાલમાં ભવનાથ ગુંજ્યું 

  • સોરઠની ધરોહરને ઉજાગર કરતી પ્રસ્તુતિઓ થકી લોકો થયા મંત્રમુગ્ધ

Advertisment

જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં જિલ્લા વહીવટી તંત્રના સાંસ્કૃતિક કાર્યક્રમમાં અઘોરી મ્યુઝિકના કલાકારોએ ભારે જમાવટ કરી હતી.અને સોરઠની ધરોહરને ઉજાગર કરતી વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે મહાશિવરાત્રી મેળામાં ત્રીજા દિવસે સાંસ્કૃતિક મંચ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સપ્તક સંગીત વિદ્યાલયના કલાકારો લોકગીતદેશભક્તિ ગીતોની અને અઘોરી મ્યુઝિકના કલાકારોએ ફોક મ્યુઝિકની પ્રસ્તુતિ દ્વારા લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

હિપ હોપ રેપ અને ટ્રેડિશનલ ફોક મ્યુઝિકને જોડીને પોતાનું અલગ મ્યુઝિક બનાવનાર 'અઘોરી મ્યુઝિકબેન્ડ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રખ્યાત થતું જાય છે. ત્યારે આ બેન્ડે ભવનાથમાં પરફોર્મ કરી યુવાનોથી લઈ મોટી ઉંમરના લોકો સુધી બધાને દીવાના કરી દીધા હતા. સાથે જ લોકોએ મોડી રાત સુધી ગરબાની રમઝટ પણ બોલાવી હતી.

અઘોરી મ્યુઝિકના કે.ડીએ જણાવ્યું હતું કે અમારા મ્યુઝિક ગ્રુપનું નામ અઘોરી એટલા માટે રાખ્યું છે કે અમે સંગીત માટે અઘોરી છીએ. જ્યારે અમે સંગીત બનાવતા હોઈએ ત્યારે અમને બસ એમ જ થાય છે કે સંગીત જ અમારા માટે બધું છે. એ સમયે અમને બીજું કશું જ દેખાતું નથી. જેવી રીતે અઘોરી શિવનું પાંચમું રૂપ કહેવાય છે અને પોતાની સાધનામાં લીન હોય છે. અમે પણ શિવના ભક્ત છીએ અને એટલા માટે જ અમે અમારું નામ અઘોરી મ્યુઝિક રાખ્યું છે કારણકે અમે સંગીત માટે અઘોરી છીએ.

 

Advertisment
Latest Stories