જુનાગઢ: વંથલીમાં ચાલુ શાળા દરમ્યાન મોટી દુર્ઘટના, શાળામાં છતના નળિયા તૂટી પડતા વિદ્યાર્થિનીઓ ઇજાગ્રસ્ત

દુર્ઘટનામાં કુલ છ વિદ્યાર્થીનીઓને ઈજા પહોંચી હતી.બીજા ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

New Update
જુનાગઢ: વંથલીમાં ચાલુ શાળા દરમ્યાન મોટી દુર્ઘટના, શાળામાં છતના નળિયા તૂટી પડતા વિદ્યાર્થિનીઓ ઇજાગ્રસ્ત

જુનાગઢ જિલ્લાના વંથલીમાં કન્યાશાળામાં ચાલુ શાળા દરમ્યાન વિદ્યાર્થિનીઓ પર છતના નળિયા તૂટી પડતા દોડધામ મચી જવા પામી હતી જુનાગઢ જિલ્લાના વંથલીમાં આજે કન્યાશાળા ખાતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી..ચાલુ શાળા દરમિયાન વિદ્યાર્થીઓ પર છતના નળિયા પડવાની ઘટના બની હતી.આ દુર્ઘટનામાં કુલ છ વિદ્યાર્થીનીઓને ઈજા પહોંચી હતી.બીજા ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.. કોઈને માથાના ભાગ બીજા પહોંચી હતી તો કોઈના પગના ભાગે આ દુર્ઘટનામાં ઈજા પહોંચતી હતી.આ દુર્ઘટનાને લઈને વિદ્યાર્થીનીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

Latest Stories