જુનાગઢ : ઐતિહાસિક નગરીના આંગણે "મિશન સફાઇ, વિઝન ટુરીઝમ"ના ધ્યેય સાથે નીકળી બાઇક રેલી...

ઐતિહાસિક નગરી જુનાગઢના આંગણે “મિશન સફાઇ, વિઝન ટુરીઝમ”ના ધ્યેય સાથે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી

New Update
જુનાગઢ : ઐતિહાસિક નગરીના આંગણે "મિશન સફાઇ, વિઝન ટુરીઝમ"ના ધ્યેય સાથે નીકળી બાઇક રેલી...

ઐતિહાસિક નગરી જુનાગઢના આંગણે "મિશન સફાઇ, વિઝન ટુરીઝમ"ના ધ્યેય સાથે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી. આ બાઇક રેલીમાં જિલ્લા કલેક્ટર રચિત રાજ સહિત 170થી વધુ બાઇક સવારો જોડાયા હતા.

ટુરિઝમને પ્રમોટ તેમજ સ્વચ્છતાનો સંદેશો જન-જન સુધી ગુંજતો કરવા "મિશન સફાઇ, વિઝન ટુરીઝમ"ના ધ્યેય સાથે જુનાગઢ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યુ હતું કે, ગિરનાર પર્વત, ગીરનું જંગલ, એશિયાટીક લાયન, રોપ-વે, અંબાજી મંદિર અને સાસણ ગીર સહિત ધાર્મિક, સાંસ્કૃતિક અને પ્રવાસન સહિતના જગ વિખ્યાત સ્થળોથી જુનાગઢ જિલ્લો સમૃધ્ધ છે, ત્યારે તમામ લોકોના સમન્વય થકી જુનાગઢને પ્રવાસન હબ બનાવવા સૌએ સહિયારો પુરૂષાર્થ સાથે જુનાગઢના વિકાસમાં સહભાગી બનવાનું છે.

"મિશન સફાઇ, વિઝન ટુરીઝમ"ના ધ્યેય નીકળેલી બાઇક રેલી કલેક્ટર કચેરીથી કાળવા ચોક, ગીરનાર દરવાજા, ભવનાથ મંદિર થઇ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ ભવનાથ ખાતે સમાપન કરવામાં આવી હતી. આ અવસરે જિલ્લા કલેક્ટર રચિત રાજ, અધિક નિવાસી કલેક્ટર એલ.બી.બાંભણીયા, જુનાગઢ પ્રાંત અધિકારી અંકિત પન્નુ, મિશન સફાઇ વિઝન ટુરીઝમના સંસ્થાપક ભરત બોરીચા સહિત વન વિભાગ અને પોલીસ ખાતાના અધિકારીઓ રેલી તેમજ સફાઇ અભિયાનમાં જોડાયા હતા.

Latest Stories