/connect-gujarat/media/post_banners/93e77d9682181a06c8afee584143d3f4ca1e2efa2ba5414a3e05bb25e1370883.jpg)
જુનાગઢમાં મહિલા પોલીસકર્મી પર બુટલેગર દ્વારા હુમલો થયો હોવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. જોકે, પોતાને ન્યાય મળે તે માટે મહિલા પોલીસકર્મીએ સમગ્ર બનાવનો વિડીયો સોશ્યલ મીડિયા પર શેર કર્યો હતો.
જુનાગઢ શહેરમાં આવારા તત્વોને જાણે કાયદાનો ડર જ ન હોય તે રીતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના લીરેલીરા ઉડાવી રહ્યા છે, ત્યારે મહિલા પોલીસકર્મી પર બુટલેગર દ્વારા હુમલો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસ વિભાગમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મી હીના કોડીયેતર રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે જાહેરમાં દારૂ વેંચતા બુટલેગરને ઠપકો આપવા જતા મામલો બીચક્યો હતો. જેમાં બુટલેગરે ઉશ્કેરાઈ જઈ મહિલા પોલીસકર્મી ઉપર હુમલો કરવા સાથે તેણીને ધક્કે ચડાવી હતી. આ બનાવમાં પોલીસકર્મી હીના કોડીયેતરને શરીરે ઈજા પહોચતા જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં મહિલા પોલીસકર્મીને કોઈ ગંભીર ઇજા થઇ નથી, પરંતુ પોતાને ન્યાય મળે તે માટે મહિલા પોલીસકર્મી હીના કોડીયેતરે સોશ્યલ મીડિયા પર ઘટનાનો વિડીયો શેર કર્યો હતો.