જુનાગઢ : CM ભૂપેન્દ્ર પટેલેની ઉપસ્થિતિમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી,ગીરની સાંસ્કૃતિક ધરોહર'ફોટો પ્રદર્શન પણ યોજાયું

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે સિંહ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે.

New Update

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે સિંહ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે.

સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાતમાં વસવાટ કરતા એશિયાઈ સિંહો રાજ્યના ગૌરવ સમાન છે. આ ઉપરાંત એક પેડ માં કે નામ કાર્યક્રમ તેમજ 'ગીરની સાંસ્કૃતિક ધરોહરફોટો એક્ઝિબિશનને પણ ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું.

ગીરના સાસણ સિંહ સદન ખાતે સિંહ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંએક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત ભાલછેલ ખાતે વિકસિત કરવામાં આવેલા સનસેટ પોઇન્ટ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સાસણ સિંહ સદન ખાતે 'ગીરની સાંસ્કૃતિક ધરોહરફોટો એક્ઝિબિશનને પણ ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીએ જન જાગૃતિ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જે રેલીમાં સિંહના માસ્ક પહેરીને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા.

આ પ્રસંગે પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કેદેશ અને રાજ્યનું ગૌરવ એવા સિંહોના સંરક્ષણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રોજેક્ટ લાયન 2047 ને ગયા વર્ષે જાહેરાત કરવામાં આવી હતી. સાસણ નજીકના વિસ્તારમાં ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છેજેમાં અલગ અલગ વિસ્તારોમાં કેમેરા લગાવવામાં આવ્યા છે. જેનાથી સાસણગીરમાં આવતા વાહનોની ગતિ કેટલી છે તે જોઈ શકાશે અને તેનું મોનેટરીંગ પણ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલવનમંત્રી મુળુભાઈ બેરાસાંસદ રાજેશ ચુડાસમાધારાસભ્ય દેવાભાઈ માલમભગવાનજીભાઈ કરગટીયાઅરવિંદ લાડાણીજિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર સહિતના પદાધિકારીઓ અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories