Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : સિવિલ હોસ્પિટલના તબીબો બન્યાં "ભગવાન", દર્દીને બક્ષ્યું નવજીવન

મોતના મુખમાં ધકેલાઈ ગયેલા એક યુવાનને જૂનાગઢ GMERS જનરલ હોસ્પિટલના તબીબી સ્ટાફે એક માસ સુધી અવિરત સારવાર પુરી પાડી તેનો જીવ બચાવ્યો છે.

X

મોતના મુખમાં ધકેલાઈ ગયેલા એક યુવાનને જૂનાગઢ GMERS જનરલ હોસ્પિટલના તબીબી સ્ટાફે એક માસ સુધી અવિરત સારવાર પુરી પાડી તેનો જીવ બચાવ્યો છે.

ઉપલેટા પંથકના રવિ બારિયા એક માસ પેહલા ખેતરમાં ઝેરી દવાનો છંટકાવ કરી રહયો હતો. તે વેળા તેના શરીરમાં ઝેરી દવા ગઇ હતી. આખા શરીરમાં ઝેર ફેલાઇ જતાં તેમને ઉપલેટાની સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ તેની તબિયતમાં કોઈ સુધારો ના આવતા તેને જુનાગઢ ખસેડવામાં આવ્યો હતો. જુનાગઢ સિવિલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં તેમની એક માસ સુધી સારવાર ચાલી હતી.

જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલના ડો.ધ્રુમિલ કણસાગરા અને તેમના તબીબી સ્ટાફએ હિમંત હાર્યા વગર એક માસ સુધી સતત દર્દીની સારવાર કરી હતી. દર્દીની સારવાર કરનારા તબીબે જણાવ્યું હતું કે, દર્દી વધારે પડતો અશકત હોવાથી મોટી ચેલેન્જ ડોક્ટરો માટે ઊભી થઈ હતી પરંતુ જૂનાગઢ સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટાફે હિંમત હાર્યા વિના તેનો જીવ બચાવ્યો છે.

Next Story