Connect Gujarat
ગુજરાત

જુનાગઢ: કોંગ્રેસે ખેડૂત આગેવાન હીરા જોટવાની ઉમેદવાર તરીકે કરી પસંદગી, કોળી VS આહીરનો જોવા મળશે જંગ

હીરા જોટવા પોતાના કાર્યો પર પ્રજા તેમને સાંસદ બનાવશે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે.

X

જુનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા ખેડૂત અગ્રણી અને શૈક્ષણિક વ્યવસાય સાથે જોડાયેલ હીરા જોટવાને લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા સામે કોંગ્રેસ દ્વારા આહિર સમાજનું મોટું નામ એવા હીરા જોટવાને મેદાને ઉતારવામાં આવ્યા છે.

આ અગાઉ 2 ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા રાજેશ ચુડાસમાના સમાજના જ કોળી અગ્રણી પૂંજા વંશને ટિકિટ આપવામાં આવી હતી, ત્યારે કોળી સમાજના મતોનું ધ્રુવીકરણ ન થતા કોંગ્રેસે આહિર નેતાને મેદાને ઉતારી ગ્રામ્ય મતોનું સમીકરણ પોતાના તરફ ફેરવવાનો નિર્ણય કર્યો છે. હીરા જોટવા 3 પેઢીથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે, પોતે ખેડૂત નેતા છે, સાથે સાથે શૈક્ષણિક જગતમાં પણ અનેક સંસ્થાઓનું સર્જન કરી ચૂક્યા છે, ત્યારે હીરા જોટવા પોતાના કાર્યો પર પ્રજા તેમને સાંસદ બનાવશે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે.

Next Story