જુનાગઢ : સિવિલ હોસ્પિટલમાં પાર્ક કરેલી છકડો રિક્ષામાંથી યુવક-યુવતીના મૃતદેહ મળ્યા, પોલીસ તપાસ શરૂ...

જુનાગઢની સિવિલ હોસ્પિટલના સામેના પાર્કિંગ એરિયામાં એક છકડો રીક્ષામાં શંકાસ્પદ હાલતમાં યુગલના મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી

New Update
જુનાગઢ : સિવિલ હોસ્પિટલમાં પાર્ક કરેલી છકડો રિક્ષામાંથી યુવક-યુવતીના મૃતદેહ મળ્યા, પોલીસ તપાસ શરૂ...

જુનાગઢની સિવિલ હોસ્પિટલના સામેના પાર્કિંગ એરિયામાં એક છકડો રીક્ષામાં શંકાસ્પદ હાલતમાં યુગલના મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી, ત્યારે આ બન્નેએ આત્મહત્યા કરી છે કે, હત્યા તેને લઈ અનેક ચર્ચાએ જોર પકડ્યું છે. હાલ આ મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

Advertisment

જુનાગઢની સિવિલ હોસ્પિટલના સામે પાર્કિંગ એરિયામાં રહેલા એક છકડો રીક્ષામાં શંકાસ્પદ હાલતમાં યુગલના મૃતદેહ મળી આવ્યા હતા. જે મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં આ મૃતક યુવક અને યુવતી જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ભીંડોરા ગામના હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવક રાજેશ પારઘી પરિણીત હોવાનું પણ સામે આવ્યું છે, જ્યારે યુવતી અપણિત હતી. 2 મહિના પહેલા ભિંડોરા ગામમાં જ રહેતી અપરણિત યુવતી સાથે ભાગી અને બન્ને સાથે રહેતા હતા. રાજેશ પારઘી નામના મૃતક યુવાનને એક દીકરી અને દીકરો પણ છે. આ બન્ને બાળકો રાજેશ પારઘીની પત્ની સાથે ભિંડોરામાં જ રહેતા હતા. જોકે, આ પ્રેમી યુગલના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. જે છકડો રિક્ષામાં બન્નેના મૃતદેહ મળી આવ્યા છે તે રિક્ષામાં ગેસનો ચૂલો અને કપડાંના થેલા સહિત ઘરવખરી પણ જોવા મળી છે. આ ઘટનાને લઈ પોલીસે પણ અલગ-અલગ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. હાલ તો આ બન્ને મૃતદેહોને પોસ્ટમાર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં છે.

Advertisment