જૂનાગઢ : કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાગ્રસ્ત,ઉનાળુ પાકને ભારે નુકસાનથી ધરતીપુત્રોના લલાટે ચિંતાની લકીર

જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને આર્થિક બોજા હેઠળ જીવવાનો વારો આવ્યો છે. કેમકે આ વર્ષે કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન પહોંચ્યું છે

New Update
  • જૂનાગઢમાં કમોસમી વરસાદથી હાલાકી

  • બે થી અઢી ઇંચ વરસ્યો વરસાદ

  • ખેડૂતોને ખેતીમાં પહોંચ્યું નુકસાન

  • ઉનાળુ પાકને વરસાદથી નુકસાન

  • સરકાર પાસે ખેડૂતોએ કરી આર્થિક સહાયની માંગ

જુનાગઢ જિલ્લામાં વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.જિલ્લાભરમાં વરસાદ વરસી રહ્યો છે,ત્યારે માંગરોળ ખાતે બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. જેથી ઉનાળુ પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.આથી સરકાર પાસે ખેડૂતો આર્થિક સહાયની માંગ કરી રહ્યા છે.

જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને આર્થિક બોજા હેઠળ જીવવાનો વારો આવ્યો છે. કેમકે આ વર્ષે કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળતા ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં  ભારે વરસાદ વરસ્યો હતો. ત્યારે બે થી અઢી ઇંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. જેમાં ખાસ કરીને માંગરોળ તાલુકામાં તલ,મગ,અડદ જેવા ઉનાળુ પાક વાવેતર કરવામાં આવ્યું હતું. અને આ વાવેતર કરેલ પાક તૈયાર થયો હતો. તૈયાર થયેલા પાક પર વરસાદ વરસતા ખેડૂતોને મોટે પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.

જ્યારે કમોસમી વરસાદ થતા કેરીના પાકને નુકસાન તેમજ ચીકુરાવણા જેવા પાકો પણ પવનના લીધે ખરી પડયા છે.ત્યારે સરકાર પાસે સહાય મળે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.

Latest Stories