જૂનાગઢ: વંથલીના રવની ગામે પિતા-પુત્રની ગોળી મારી કરાય હત્યા, બદલો લેવા ડબલ મર્ડરના ગુનાને અપાયો અંજામ !

રવની ગામે ગત મોડી રાત્રે ડબલ મર્ડરની ઘટના બની હતી. રવની ગામે સીમમાં પિતા-પુત્રની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

New Update
જૂનાગઢ: વંથલીના રવની ગામે પિતા-પુત્રની ગોળી મારી કરાય હત્યા, બદલો લેવા ડબલ મર્ડરના ગુનાને અપાયો અંજામ !

જૂનાગઢના વંથલી તાલુકાના રવની ગામે ગત મોડી રાત્રે ડબલ મર્ડરની ઘટના બની હતી. રવની ગામે સીમમાં પિતા-પુત્રની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

જૂનાગઢના વંથલી ગામની સીમમાં રહેતા રફીક આમોદ સાંધને બન્ને આંખમાં તેમજ તેના પુત્ર જીહાલ સાંધને સાધળના ભાગે ગોળી ધરબીને રહેશી નાખવામાં આવ્યાં હતા. આ હત્યાના બનાવ અંગેની જાણ થતા વંથલી પોલીસ અને ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. વંથલી તાલુકાના રવની ગામના સલીમ સાંધની ધુળેટીના દિવસે હત્યા કરવામાં આવી હતી. તે હત્યાના ગુનામાં લતીફ અબ્દુલ સાંધ અને તેના કુટુંબી ભાઈ મુસ્તાક હનીફને પોલીસે ઝડપી પાડ્યા હતા. સલીમ સાંધ જે રસ્તેથી નીકળવાનો હતો તે રસ્તાની બાતમી રવની ગામે રહેતા જીહાલ સાંધે આરોપી લતીફ અબ્દુલ સાંધ અને મુસ્તાક દલને આપી હતી. જે ગુનામાં પોલીસે જીહાલ સાંધને ઝડપી પાડ્યો હતો. થોડા મહિનાઓ પહેલા જ જીહાલ સાંધ જામીન પર છૂટ્યા હતો.બીજી તરફ સલીમ સાંધની હત્યાનો ખાર રાખી રાત્રિના સમયે બંને પિતા-પુત્રને માથામાં ગોળી ધરબી હત્યા કરવામાં આવી છે. સલીમ સાંધના નજીકના લોકો દ્વારા જ પિતા-પુત્રની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ જણાવી રહી છે. પિતા-પુત્રની હત્યાના આ બનાવથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. હાલ પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી છે અને જુનાગઢ પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Latest Stories