જૂનાગઢ : ભવનાથ મંદિરે હર હર મહાદેવના નાદ સાથે ધ્વજારોહણ કરાયું,વિધિવત મહાશિવરાત્રી મેળાનો શુભારંભ

જૂનાગઢના ભવનાથ મંદિરે હર હર મહાદેવના નાદ સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું, અને આજથી વિધિવત મહાશિવરાત્રી મેળાનો શુભારંભ થયો હતો.

New Update
  • મહાશિવરાત્રી પર્વની ઉજવણીની શરૂઆત

  • હર હર મહાદેવના નાદ સાથે ધ્વજારોહણ

  • વિધિવત મહાશિવરાત્રી મેળાનો શુભારંભ

  • ભજન,ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ

  • વહીવટી તંત્ર દ્વારા કરાઈ છે સુચારૂ વ્યવસ્થા 

જૂનાગઢના ભવનાથ મંદિરે હર હર મહાદેવના નાદ સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતુંઅને આજથી વિધિવત મહાશિવરાત્રી મેળાનો શુભારંભ થયો હતો.

જૂનાગઢના ભવનાથ મંદિર ખાતે આજરોજ ધ્વજારોહણ સાથે ભજન,ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સમો મીની કુંભ મહાશિવરાત્રી મેળો ખુલ્લો મુકાયો છે11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી મેળો યોજાશે,દર વર્ષની જેમ આ વખતે વહીવટી તંત્ર દ્વારા મહાશિવરાત્રી મેળો ભવ્ય રીતે ઉજવાશે.જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયાએ જણાવ્યું કે ધ્વજારોહણ બાદ સાંજે ડમરુ યાત્રા યોજાઈ હતી.જેમાં ગિરનાર દરવાજાથી ભવનાથ સુધીની પદયાત્રામાં સાધુ સંતોરાજકીય અગ્રણીઓઅધિકારીઓ અને ભાવિકો જોડાયા હતા,આ મેળામાં આવતા લાખો ભાવિકોની સુવિધા માટે તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી છેમીની કુંભ શિવરાત્રી મેળો દિવ્ય અને ભવ્ય બને એ માટે પૂરતા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવ્યા છેભજન ભોજન સાથે ભક્તિનો સંગમમાં આજથી હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો છેઉતારાઅન્નક્ષેત્રોમાં ભાવિકો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા દર વર્ષની જેમ કરવામાં આવી છે.

Latest Stories