/connect-gujarat/media/post_banners/2926dc5235e5d75bea135dc7f1d5c7971e2637993d2b5675c10dffcc7a22caff.jpg)
સામાન્ય રીતે લક્ષ્મીપૂજનમાં લોકો ઘરમાં રહેલા પૈસા, ચોપડા, હિસાબોનું પૂજન કરે છે, ત્યારે જૂનાગઢમાં કોટેચા પરિવાર દ્વારા છેલ્લાં 40 વર્ષથી દિવાળીના પાવન પર્વે લક્ષ્મીપૂજનના દિવસે સ્ત્રીઓની પૂજા કરવામાં આવે છે. ડે. મેયર ગિરીશ કોટેચાના પરિવારના પુરુષો દ્વારા કોટેચા પરિવારની દીકરી, પત્ની અને પુત્રવધૂઓની પૂજા કરવામાં આવે છે. પુણ્યનો પર્યાય એટલે કે, ગૃહની લક્ષ્મીની પૂજા અર્ચના કરી તેમની માફી માગવામાં આવે છે. ઘરમાં જે પણ મહિલાઓ છે તેમનું પૂજન કરવું જોઇએ. જે ઘરમાં સ્ત્રી રાજી હોય છે, ત્યાં કોઇ દિવસ લક્ષ્મી ખૂટતી નથી, ત્યારે જૂનાગઢના લોહાણા પરિવાર વર્ષોથી લક્ષ્મીપૂજનના દિવસે પોતાના ઘરની મહિલાઓની પૂજા કરે છે. તેમનું માનવું છે કે, ઘરમાં જે લક્ષ્મી છે, તેનું માન-સન્માન કરવું જોઈએ, તેથી ક્યારેય દુઃખ નથી આવતું.
જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાનો પરિવાર દર વર્ષે દિવાળીમાં લક્ષ્મીપૂજા કરવાને બદલે ગૃહલક્ષ્મી એટલે કે, ઘરની તમામ મહિલાઓનું પૂજન કરે છે, આ પરિવાર ઘરની સ્ત્રીઓને જ લક્ષ્મી માતાનો સાક્ષાત્ અવતાર માને છે.