જૂનાગઢ : સાસણ ગીર અભ્યારણમાં વન્ય પ્રાણીઓ માટે વન વિભાગે 500 પાણીના પોઇન્ટ ઉભા કર્યા

વન્યપ્રાણીઓ પાણી માટે વલખા ન મારે તે માટે વન વિભાગ દ્વારા જુનાગઢના સાસણ ગીર અભ્યારણમાં કૃત્રિમ પાણીના 500 જેટલા પોઇન્ટ બનાવવામાં આવ્યા છે.

New Update
  • સાસણગીરમાં વન્ય પ્રાણીઓ તરસ્યા નહીં રહે

  • વન વિભાગે કરી પાણીનીકૃતિમ વ્યવસ્થા

  • પાણીના 500 જેટલા પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા

  • કુંડ પાસે સોડિયમ ઈંટ પણ મુકવામાં આવી

  • પ્રાણીઓની દેખરેખ માટે 500 વન કર્મચારી સજ્જ  

એક તરફ કાળઝાળ ગરમી અને બીજી તરફ જંગલમાં વન્ય પ્રાણીઓ માટે પાણીના સ્ત્રોત સુકાય ગયા છે.ત્યારે વન્યપ્રાણીઓપાણી માટે વલખા ન મારે તે માટે વન વિભાગ દ્વારા જુનાગઢના સાસણ ગીર અભ્યારણમાં કૃત્રિમ પાણીના 500 જેટલા પોઇન્ટ બનાવવામાં આવ્યા છે.

ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે અને ગરમીબફારો દિવસેને દિવસે વધી રહ્યો છે. જેમાં પાણીના સ્ત્રોત હવે જંગલમાં સુકાવા લાગ્યા છે.ત્યારે સિંહ સહિતના વન્ય પ્રાણીઓ માટે વન વિભાગ દ્વારા કૃત્રિમ પાણીના પોઇન્ટ બનાવવામાં આવ્યા છે.અગાઉના વર્ષોમાં અવેડા જેવા પાણીના પોઇન્ટ બનાવવામાં આવ્યા હતા,પરંતુ હવે જંગલમાં પણ રકાબી જેવા પાણીના પોઇન્ટ બનાવવામાં આવ્યા છે.જેથી કીડી થી લઈને સિંહ સુધીના તમામ જીવજંતુ અને પ્રાણીઓને પૂરતું પાણી મળી રહે તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે.ખાસ કરીને જંગલ વિસ્તારમાં ચાર પ્રકારના પાણીના પોઇન્ટ કામ કરી રહ્યા છે,જેમાં સોલાર પેનલ,પવનચક્કીમજૂરો અને ટેન્કર દ્વારા પાણી કુંડીઓમાં ભરવામાં આવી રહ્યા છે.

ગીર જંગલમાં દર બે થી ત્રણ કિલોમીટર વચ્ચે કુંડી બનાવવામાં આવી છે.તેમજ આ કુંડીઓમાં સમયાંતરે પાણી તેમાં નાખવામાં આવે છે.પાણીની કુંડીઓ પાસે સોડિયમ ઈંટ મૂકવામાં આવી છે.જેથી વન્ય પ્રાણીઓ અને તેની જરૂરિયાત મુજબ સોડિયમ ઈંટને ચાટીને તેમાંથી પૂરતું સોડિયમ મેળવી શકે છે.આમ પવનચક્કી સોલારથી અને ટેન્કર મારફત જીવજંતુ તેમજ વન્ય પ્રાણીઓને પાણીની કોઇ તકલીફ ન પડે તે માટે વન વિભાગનો 500થી વધુનો સ્ટાફ સજ્જ છે.

Latest Stories