/connect-gujarat/media/post_banners/14973ab0fa41e9d7b5fb82f8dfb6a46ff24a2c276cbdda9fb2edba9c08adf9dc.jpg)
જુનાગઢ શહેરના એગ્રીકલ્ચર યુનિવર્સિટી ભવન ખાતે પ્રાકૃતિક ખેતી સંદર્ભે આયોજિત કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
જુનાગઢ ખાતે પ્રાકૃતિક કૃષિ યુનિવર્સીટી દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યુ હતું કે, આગામી સમયમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ બંધ નહીં કરીએ, તો ભારતની ભૂમિ 50 વર્ષમાં ઘરની ફર્સ જેવી થઇ જશે, અને ઉત્પાદન જ નહીં થાય તેવા સંજોગોમાં પ્રાકૃતિક ખેતી એકમાત્ર ઉપાય છે. જે માટે રાજ્ય સરકાર દ્વારા આગામી તા. 15 ઓગષ્ટ સુધી ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને જનઆંદોલનના રૂપમાં લાવી એક વાતાવરણ ઉભું કરવામાં આવશે. રાજ્ય સરકાર આ મામલે એક નવી નીતિ લાવી રહી છે, જેમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને જ પ્રશિક્ષક બનાવી 10-10 ગામના સમૂહ મુજબ તાલીમ માટે જવાબદારી સોંપવામાં આવશે. જે પેટે ખેડૂતને રૂ. 36 હજાર પગાર પણ ચુકવવામાં આવશે. જોકે, સૌકોઈ બીમારીમુક્ત ભારતના દૂત છે, અને હવે આ કાર્ય તમામ લોકોએ જવાબદારી સાથે કરવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું.