Connect Gujarat
ગુજરાત

જુનાગઢ: ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીના હાલ બેહાલ, 30 વર્ષમાં એક પણ વખત થયું નથી સમારકામ

ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટીના મકાનો જર્જરિત હાલતમાં થઈ જતાં સ્થાનિકો દ્વારા તંત્ર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે

X

જૂનાગઢમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટીના મકાનો જર્જરિત હાલતમાં થઈ જતાં સ્થાનિકો દ્વારા તંત્ર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે

એક તરફ સરકાર દ્વારા ઘરનું ઘર અંતર્ગત સરકારી વસાહતોને લઈને અનેક મસ મોટી વાતો કરવામાં આવતી હોય છે.તો બીજી તરફ જૂનાગઢની બહાઉદ્દીન કોલેજની નજીકમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ કોલોનીમાં મોટા ભાગના મકાનનાના હાલ બેહાલ જોવા મળ્યા હતા.અહીં મોટાભાગના મકાનો જર્જરિત હાલતમાં જોવા મળ્યા હતા.દ્રશ્યો પરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે અહીં ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાઈ શકે છે.અહીં કુલ 624 બ્લોક આવેલા છે.ઉપરાંત 1000 થી વધુ લોકો ગુજરાત હાઉસિંગ બોર્ડ કોલોનીમાં વસવાટ કરે છે.મહત્વનું છે કે 30 વર્ષ પૂર્વે ગુજરાત હાઉસિંગ બોર્ડ કોલોની તૈયાર કરવામાં આવી હતી.આ સમયગાળામાં એક પણ વખત અહીં સમારકામ કરવામાં આવ્યું નથી.સ્થાનિકોએ જણાવ્યું હતું કે વારંવાર તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી કોઈ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી.અહીં રહેતા લોકોએ માંગ કરી હતી કે સત્વરે અહીંના તમામ મકાનોમાં સમારકામ કરવામાં આવે જેથી કોઈ મોટા અકસ્માત નો શિકાર થવું ન પડે.

Next Story